Bihar Politics: વિધાનસભામાં શપથ ગ્રહણ સમયે AIMIMના ધારાસભ્યએ હિન્દુસ્તાન બોલવા પર નોંધાવ્યો વિરોધ
સત્રના પ્રથમ દિવસે AIMIMના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને શપથ લેવા સમયે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે શપથ પત્રમાં લખેલા 'હિન્દુસ્તાન' શબ્દ બોલવાનો ઇનકાર કર્યો અને તેના સ્થાને ભારતનો ઉપયોગ કર્યો.
Trending Photos
પટનાઃ બિહારમાં આજથી નવી વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. ચૂંટણીમાં એનડીએની જીત અને નીતીશ કુમારના ફરી મુખ્યમંત્રી બન્યા બાદ જેડીયૂ-આરજેડીમાં નિવેદનબાજી થઈ રહી છે. સત્રના પ્રથમ દિવસે નવા ધારાસભ્યોએ શપથ લીધા હતા. સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રોટેમ સ્પીકર જીતન રામ માંઝી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે પ્રોટેમ સ્પીકર જ નવા ધારાસભ્યોને શપથ અપાવે છે.
AIMIM ધારાસભ્યના શપથ દરમિયાન વિવાદ
સત્રના પ્રથમ દિવસે AIMIMના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને શપથ લેવા સમયે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે શપથ પત્રમાં લખેલા 'હિન્દુસ્તાન' શબ્દ બોલવાનો ઇનકાર કર્યો અને તેના સ્થાને ભારતનો ઉપયોગ કર્યો. હકીકતમાં AIMIM ધારાસભ્ય અખ્તરૂલ ઇમાનનું નામ જ્યારે ધારાસભ્યના શપથ લેવા માટે બોલવામા આવ્યુ તો તેમણે ઊભા થઈને હિન્દુસ્તાન શબ્દ પર વિરોધ વ્યક્ત કર્યો હતો.
Oath is taken as per the Constitution which mentions 'Bharat' everywhere. I wanted to know whether it's okay to say 'Hindustan' or shall I say 'Bharat' during oath-taking today. We're lawmakers, we should place the Constitution above all: Akhtarul Iman, AIMIM MLA
#Bihar pic.twitter.com/nnYppMBp0I
— ANI (@ANI) November 23, 2020
અખ્તરૂલ ઇમાનને ઉર્દૂ ભાષામાં શપથ લેવાના હતા પરંતુ ઉર્દૂમાં ભારતના સ્થાને હિન્દુસ્તાન શબ્દના ઉપયોગ પર તેમણે વિરોધ વ્યક્ત કરતા પ્રોટેમ સ્પીકરને ભારત શબ્દનો ઉપયોગ કરવાની વિનંતી કરી હતી.
Love Jihad: અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર ગિરિરાજ સિંહનો પલટવાર
એઆઈએમઆઈએમના ધારાસભ્યએ કહ્યુ કે, હિન્દુ ભાષામાં ભારતના બંધારણના શપથ લેવામાં આવે છે. મૈથિલીમાં પણ હિન્દુસ્તાનના સ્થાને ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઉર્દૂમાં જે શપથ લેવા માટે પત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો તેમાં ભારતના સ્થાને હિન્દુસ્તાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યએ કહ્યુ કે, તે ભારતના બંધારણના શપથ લેવા ઈચ્છે છે ન હિન્દુસ્તાનના બંધારણના. મહત્વનું છે કે આ વખતે AIMIMના પાંચ ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે અને પ્રથમવાર વિધાનસભામાં એન્ટ્રી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે