BJP સામે બધા એક્ઝિટ પોલ સાબિત થયા પાંગળા, 'બ્રાંડ મોદી'નો દબદબો યથાવત

બિહારમાં ભાજપે પોતાના દમ પર બાજી પલટી છે. મહાગઠબંધનની શરૂઆતી બઢત સમેટાઇ ગઇ છે. સત્તારૂઢ એનડીએ ટ્રેંડમાં સ્પષ્ટ બહુમતની સાથે આગળ નિકળી ગઇ છે.

BJP સામે બધા એક્ઝિટ પોલ સાબિત થયા પાંગળા, 'બ્રાંડ મોદી'નો દબદબો યથાવત

નવી દિલ્હી: બિહારમાં ભાજપે પોતાના દમ પર બાજી પલટી છે. મહાગઠબંધનની શરૂઆતી બઢત સમેટાઇ ગઇ છે. સત્તારૂઢ એનડીએ ટ્રેંડમાં સ્પષ્ટ બહુમતની સાથે આગળ નિકળી ગઇ છે. જોકે એકાદ એક્ઝિટ પોલને બાદ કરતાં તમામે દાવો કર્યો હતો કે તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠન દમદાર પ્રદર્શન કરતાં સત્તામાં આવશે. પરંતુ હાલના ટ્રેંડને જોતાં એક્ઝિટ પોલ દમ વિનાનો સાબિત થયો અને એનડીએ એકવાર ફરી સત્તામાં પરત ફરી શકે છે. આ દબદબો યથાવત રહેશે. આમ એટલા માટે કારણ કે બિહારની ચૂંટણીમાં આ વખતે સૌથી દમદાર પ્રદર્શન ભાજપ કરી રહ્યું છે. 

ટ્રેંડમાં એનડીએ ને બહુમત
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election Results 2020)ની 243 સીટો માટે ચાલી રહેલી મતગણતરી 230 સીટના ટ્રેંડ આવી ચૂક્યા છે. મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ક્યારેક મહાગઠબંધન તો ક્યારેક એનડીએ આગળ થઇ રહ્યું છે. શરૂઆતમાં મહાગઠબંધને એનડીએ પર બઢત મેળવી હતી. એનડીએએ કમબએક કરતાં 130 અસીટો પર બઢત બનાવી લીધી છે. ટ્રેંડમાં પહેલીવાર એનડીએને બહુમત મળી ગયો છે. મહાગઠબંધન 104 સીટોમાં સમાઇ ગઇ છે. મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ છે. એટલા માટે મહાગઠન પોતાની બઢત ગુમાવતું જાય છે. 

તેજસ્વી આગળ, તેજપ્રતાપ પાછળ
મહાગઠબંધનન પ્રમુખ ચહેરા તેજસ્વી યાદવ રાઘોપુર સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. તેજસ્વી યાદવે 10 લાખ લોકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. તેમના મોટાભાઇ તેજપ્રતાપ યાદવ હવે હસનપુર સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. 1365 વોટથી તેજપ્રતાપ પાછળ ચાલી રહ્યા છે. જેડીયૂના રાજકુમાર સાથે તેમનો મુકાબલો છે. આ ઉપરાંત પૂર્ણિયા સદર વિધાસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર વિજય ખેમકા 1663 વોટથી આગળ ચાલી રહ્યાછે. ધમદાહા વિધાનસભા પરથી જેડીયૂની લેસી સિંહ, કસબા વિધાનસભા પરથી કોંગ્રેસના અફાક આલમ વોટ, રૂપોલી વિધાનસભા પરથી જેડીયૂની બિમા ભારતી આગળ છે. 

ઓવૈસીની પાર્ટી બે સીટો  પર આગળ 
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરીમાં અસુદ્દીન ઓવૈસીની પાર્ટી હાલ બે સીટો પર આગળ ચાલી રહી છે. બીએસપી એક સીટ પર બઢત બનાવી ચોકી છે. એક અન્ય મહત્વપૂર્ણ તથ્ય એ છે કે વામ દળ 14 સીટો પર બઢત મેળવી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news