બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ છવાયા, કોંગ્રેસના અનેક નેતાઓ RJDના વલણથી નાખુશ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરજેડીના વલણથી કોંગ્રેસ નાખુશ છે. તેને લઈને દિલ્હીમાં ગઈ કાલે એટલે કે બુધવારે મોડી રાત સુધી પાર્ટીની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં લગભગ તમામ નેતાઓએ આરજેડીના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.

બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ છવાયા, કોંગ્રેસના અનેક નેતાઓ RJDના વલણથી નાખુશ

નવી દિલ્હી/પટણા: ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએનો વિજય રથ રોકવા માટે મહાગઠબંધનની કલ્પના કરવામાં આવી હતી. જેને સાકાર પણ કરાયું. સૌથી પહેલા 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)એ મળીને તેને આકાર આપ્યો અને ભાજપના રથને બિહારમાં રોક્યો હતો. પરિસ્થિતિ બદલાઈ અને બિહારમાં આ મહાગઠબંધનમાંથી નીતિશકુમાર અલગ થઈ ગયાં. 

એકવાર  ફરીથી દેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી(સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)એ મહાગઠબંધન કર્યું છે. બરાબર તે જ રીતે બિહારમાં પણ કોંગ્રેસ અને આરજેડીની સાથે અનેક નાના નાના પક્ષો આવ્યાં છે. સીટ શેરિંગને લઈને સંખ્યા સ્પષ્ટ થઈ ગઈ છે પરંતુ સીટોને લઈને કોકડું ગૂંચવાયું છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરજેડીના વલણથી કોંગ્રેસ નાખુશ છે. તેને લઈને દિલ્હીમાં ગઈ કાલે એટલે કે બુધવારે મોડી રાત સુધી પાર્ટીની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં લગભગ તમામ નેતાઓએ આરજેડીના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ અનેક નેતાઓએ મહાગઠબંધનથી અલગ થવાની વકાલત પણ કરી. 

આજે બિહાર કોંગ્રેસના ટોચના નેતાઓ  રાહુલ ગાંધીને મળવાના છે. આ મુલાકાત દરમિયાન બિહારના તમામ પહેલુઓ અંગે તેમને અવગત કરાશે. હવે રસપ્રદ એ રહેશે કે શું રાહુલ ગાંધી બિહાર કોંગ્રેસના નેતાઓની વાત સાંભળીને મહાગઠબંધન પર પૂર્ણ વિરામ મૂકવાનો નિર્ણય લેશે કે પછી તેઓ કોઈ પણ સ્થિતિમાં તેને ચાલુ રાખવાની વાત કરશે. અત્રે જણાવવાનું કે ત્રણ રાજ્યમાં મળેલી જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે અમે (કોંગ્રેસ) હવે બેકફૂટ પર રમશે નહીં. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news