LJP માં વિવાદ પાછળ નીતીશ કુમારનો હાથ? જાણો ચિરાગના આરોપો પર શું બોલ્યા બિહારના CM
નીતીશ કુમારે મંગળવારે કહ્યુ, 'અમારી તેમાં કોઈ ભૂમિકા નથી. આ તેનો આંતરિક મામલો છે. તે (ચિરાગ પાસવાન) મારી વિરુદ્ધ પબ્લિસિટી માટે બોલે છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) માં તોડફોડને લઈને ચિરાગ પાસવાન તરફથી લગાવવામાં આવેલા આરોપો પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish kumar) જવાબ આપ્યો છે. તેમણે એલજેપીનો આંતરિક મુદ્દો ગણાવતા કહ્યું કે, તેમની પાર્ટીને કોઈ લેવાદેવા નથી. વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વિરુદ્ધ મોર્ચો ખોલનાર ચિરાગ પાસવાને આરોપ લગાવ્યો હતો કે પાર્ટીમાં વિભાજન પાછળ નીતીશ કુમારનો હાથ છે.
નીતીશ કુમારે મંગળવારે કહ્યુ, 'અમારી તેમાં કોઈ ભૂમિકા નથી. આ તેનો આંતરિક મામલો છે. તે (ચિરાગ પાસવાન) મારી વિરુદ્ધ પબ્લિસિટી માટે બોલે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.' બિહાર વિધાનસભાવ ચૂંટણી દરમિયાન ચિરાગ પાસવાને ખુદને પીએમ મોદીના હનુમાન ગણાવતા નીતીશ કુમાર પર નિશાન સાધ્યુ હતું. તેમણે ઘણી સીટો પર જેડીયૂ ઉમેદવારોને હરાવવામાં ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચોઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, કોવિશીલ્ડ અને કોવૈક્સીન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક
વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ એલજેપીમાં વિવાદ થયો છે. ચિરાગના કાકાએ પાંચ સાંસદોની સાથે પાર્ટી પર કબજો કરી લીધો છે. ચિરાગને સંસદીય દળના નેતાની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ ચિરાગે પણ બળવો કરનાર નેતાઓને બહાર કરવાનો દાવો કર્યો છે. બન્ને જૂથે ચૂંટણી પંચમાં જઈને પાર્ટીનો દાવો રજૂ કર્યો છે.
કેબિનેટ વિસ્તાર પર બોલ્યા નીતીશ કુમાર
મોદી કેબિનેટમાં ફેરબદલ પહેલા દિલ્હી આવેલી નીતીશ કુમારે તેમને વ્યક્તિગત પ્રવાસ જણાવ્યો અને કહ્યું કે, તે આંખની સારવાર માટે આવ્યા છે. તેમણે તે પણ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાતની કોઈ યોજના નથી. કેબિનેટમાં જેડીયૂને સામેલ થવાના સવાલ પર તેમણે કહ્યું કે, આ પીએમ પર નિર્ભર છે. તેમણે તેનાથી વધુ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે