SC/ST સંશોધન એક્ટ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી- અમે એક્ટમાં ફેરફાર નહી કરીએ...
એસસી/એસટી એક્ટ (SC/ST ACT)માં સંશોધનની વૈધતાને પડકાર આપનારી અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિજ્ઞાની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, અમે કાયદાની જોગવાઈઓને દૂર કરવાના નથી
Trending Photos
નવી દિલ્હી: એસસી/એસટી એક્ટ (SC/ST ACT)માં સંશોધનની વૈધતાને પડકાર આપનારી અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિજ્ઞાની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, અમે કાયદાની જોગવાઈઓને દૂર કરવાના નથી. ફેરફાર કરવાની પણ જરૂર નથી અને ના સંશોધનને રદ કરવાના છીએ. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ તરફથી સરાકને નવી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું છે કે, એસસી/એસટી એક્ટની ફરિયાદ મળવા પર પોલીસની ફરિયાદને લઇને કોઇ શંકા છે તો કોઇ કાર્યવાહી કરતા પોલીસ તપાસ કરશે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટના સુધારા દ્વારા કાયદામાં તાત્કાલિક ધરપકડની જોગવાઈઓને હળવા કરવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે 20 માર્ચના તેના નિર્ણયમાં ફેરફાર કર્યો છે
આ પણ વાંચો:- વંદેભારત એક્સપ્રેસ: 180 ડિગ્રી સુધી ફરી શકે છે ખુરશીઓ, આટલી સ્પીડમાં દોડશે, જાણો 10 સુવિધાઓ
આ વર્ષે જાન્યુઆરીમાં, સર્વોચ્ચ અદાલતે સુધારાઓને રોકવાનો ઇનકાર કર્યો હતો. આ સુધારાઓ દ્વારા આ કાયદા હેઠળ કેસ નોંધાયા બાદ આરોપીને આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈ પૂર્વવત કરવામાં આવી હતી. ગયા વર્ષે ઓગસ્ટના રોજ તેને લગતું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે આ કાયદાના દુરૂપયોગના કેસોને ધ્યાનમાં રાખીને 2018 માં આપેલા પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો આ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ નિર્ણયને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પલટવાર કર્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે