VIDEO: જબરદસ્ત છે આ પાડો...ઘી, માખણ અને કાજૂ-બદામ ખાય છે, કિંમત 15 કરોડ રૂપિયા

જાણીને તમને નવાઈ લાગશે પરંતુ રાજસ્થાનના પુષ્કરમાં લાગેલા દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં આ વખતે પણ ભીમ પાડો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.

VIDEO: જબરદસ્ત છે આ પાડો...ઘી, માખણ અને કાજૂ-બદામ ખાય છે, કિંમત 15 કરોડ રૂપિયા

મનવીર સિંહ, અજમેર: જાણીને તમને નવાઈ લાગશે પરંતુ રાજસ્થાનના પુષ્કરમાં લાગેલા દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં આ વખતે પણ ભીમ પાડો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. મળતી માહિતી મુજબ આ પાડાની કિંમત હાલ આશરે 15 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 6 વર્ષમાં જ આ પાડાનું કદ કાઠી જબરદસ્ત છે. તેના માલિકે જણાવ્યું કે મુર્રા નસલના આ પાડાનું વજન લગભગ 1300 કિગ્રા છે. તેના ખાવા પીવા અને દેખભાળમાં દર મહિને લગભગ સવા લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. 

પાડાના માલિક અરવિંદ જાંગડે જણાવ્યું કે ભીમના ડાયેટ અંગે જો કોઈ જાણે તો વિશ્વાસ જ ન કરી શકે. તે રોજ લગભગ એક કિલો ઘી, અડધો કિલો માખણ, મધ, દૂધ અને કાજુ બદામ બધુ જ ખાય છે. તેની ખાણી પીણી પર લગભગ મહિને સવા લાખ રૂપિયા ખર્ચ થાય છે. આ ઉપરાંત એક કિલોગ્રામ સરસવના તેલથી તેની માલિશ પણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે તેની દેખભાળ માટે 4 લોકોને લગાવવામાં આવ્યાં છે. 

ભીમની ઉઁમર 6 વર્ષ છે અને આ ઉંમરમાં જ આ પાડાએ પોતાની ઉમરના બીજા પાડા કરતા ઘણુ સારું કદ કાઠી મેળવી લીધુ છે. આ પાડાની ઊંચાઈ આશરે 6 ફૂટ અને લંબાઈ 14 ફીટ છે. 

જુઓ LIVE TV

આ  કારણસર છે આટલી કિંમત
માલિક અરવિંદ જાંગડના જણાવ્યાં મુજબ મુર્રા નસલના સંરક્ષણ અને સંવર્ધનના હેતુસર આ મેળામાં ફક્ત પ્રદર્શન માટે ભીમને લાવવામાં આવ્યો છે. ગત વર્ષે પણ ભીમ આ મેળામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક મેળામાં આયોજિત પશુ પ્રતિયોગિતામાં પણ ભાગ લઈને પુરસ્કાર જીત્યા છે. મેળામાં તેઓ પહેલીવાર ઈચ્છુક પશુપાલકોને ભીમનું વિર્ય પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. મુર્રા નસલના આ પાડાના વિર્યની દેશમાં ખુબ ડિમાન્ડ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news