કેવી તલવાર રાખતા હતા શ્રી રામ? જાણો તલવારોની જાતિ, અંગો અને પ્રકારો વિશે

શું તમે જાણો છોકે, હંમેશા ધનુષ-બાણ લઈને ફરતા ભગવાન શ્રી રામ પણ રાખતા હતા ખાસ પ્રકારની તલવાર? દુનિયામાં કોઈની પાસે ન હોય એવી તલવાર રાખતા હતા ભગવાન શ્રી રામ. સાથે જ જાણવા જેવી છે તલવાર અંગે ક્યાંય ન મળે તેવી દુર્લભ જાણકારીઓ...

કેવી તલવાર રાખતા હતા શ્રી રામ? જાણો તલવારોની જાતિ, અંગો અને પ્રકારો વિશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્તર પ્રદેશના આયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. ખુદ ભારતના પ્રધાનમંત્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજાવિધિ કરશે. ત્યારે જાણીએ હંમેશા ધનુષ-બાણ સાથે દેખાતા ભગવાન શ્રી રામની તલવાર અંગેની જાણકારી. સાથે જ રામાયણના સમયથી લઈને 21મી સદી સુધી વપરાતી તલવારો અંગેની રોચક માહિતી. માનવ શરીરની જેમ તલવારના પણ હોય છે અલગ-અલગ અંગ, જાણીને તમે પણ રહી જશો દંગ...જાણો વિગતવાર...

તલવારનો ઈતિહાસઃ
તલવારનો ઈતિહાસ વર્ષો પુરાણો છે.તલવાર રામાયણના સમયથી લઈને 21મી સદી સુધી વપરાતી આવી છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીની તલવાર હેમપરિસ્કૃત એટલેકે સોનાની મઢેલી હતી.મહાભારતના સમયમાં પ્રાગ્જ્યોતિષપુરની હાથી દાંતની મુઠવાળી તલવારો જાણીતી હતી. આશસ્ત્રએ મોટા મોટા યોદ્ધાઓને યુદ્ધ જીતાડ્યા છે અને હરાવ્યા પણ છે. આજે આવા જ ઐતિહાસિક શસ્ત્ર તલવારની એવી માહિતી અમે આપના માટે શોધી લાવ્યાં છીએ જેના વિશે ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હશે. 

રામાયણ મહાભારતના સમયમાં સોનાના મુઠવાળી લોખંડની તલવારોનું પ્રચલન હતું.રામાયણના રચયિતા વાલ્મિકી નોંધે છે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીની તલવાર હેમપરિસ્કૃત એટલેકે સોનાની મઢેલી હતી. મહાભારતના સમયમાં પ્રાગ્જ્યોતિષપુરની હાથી દાંતની મુઠવાળી તલવારો જાણીતી હતી. આ યુગમાં તલવારો પર હીરા જળવાની શરૂઆત થઈ.તલવારના ઉપયોગનો ઉલ્લેખ રામાયણ કાળ પહેલાનો છે.

"રણશીંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા એક વિરલા કોક જડે,
મેદાને મરવા અવસર વરલા, મરદ કસુંબલ રંગ ચડે."
 

"દુનિયાના વિરોના દિધેલા બલીદાનોમાં ભપક્યો કસુંબીનો રંગ સાગરની ધારે સ્વાધીન્તાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ" ધર્મ યુદ્ધ સદીઓથી ચાલતું આવે છે.ધર્મ માટે માથા લેવા પણ પડ્યા છે અને આપવા પણ પડ્યા છે.આ યુદ્ધોમાં માથા દેવાના હોય કે આપવાના હોય તેની સાક્ષી બની હોય તો તે છે તલવાર.આ તલવારને જોઈ રક્ષા માટે જુનનું ઉપડે છે. તલવાર એક એવું હથિયાર જે 19મી સદી સુધીનું સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સમયે રાજા-મહારાજાઓ, બાદશાહો, સેનાપતિઓ અને સૈનિકો સૌ કોઈ આજ તલવારના દમ પર પોતાના તખ્ત-ઓ-તાજની રક્ષા કરતા હતાં. તલવારનો ઈતિહાસ પણ ખુબ અનોખો છે. રાજાઓ તલવારના સંકેત પર યુદ્ધ લડતા હતાં. એવી માન્યતા છેકે, તે સમયે મ્યાનમાંથી બહાર આવતી તલવાર યુદ્ધમાં જીતનો સંકેત આપતી હતી. જેથી રાજાઓ સંખ્યાબંધ તલવારોમાંથી એ જ તલવારને પસંદ કરીને યુદ્ધ લડતા હતાં.

તલવાર વિશેની પ્રાથમિક માહિતી-
તલવાર લાંબી ધારવાળું ધાતુનું શસ્ત્ર છે,જે દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓમાં વપરાય છે. તલવારના મુખ્યત્વે બે ભાગ હોય છે. હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે.
૧:પાનું
૨:મુઠ

પાનાના આઠ અંગ-
1) દુમાલા    5) જોત
2) પીપલા    6) અણી
3) ખજાનો    7) ધાર
4) પેટા    8) પીઠ

જ્યારે મુઠના મોગરા,બતાસા,કટોરી,પૂતળા,ઠોલા,નખ્ખા,ચોક,પરજ,કંગણી,કંઠી અને જનોઈ એવા 99 અંગો હોય છે. તલવાર એક ધાર વાળી તથા બે ધાર વાળી એમ બે પ્રકારની હોય છે.ભારતીય તલવારને ખાંડુ પણ કહેવાય છે.તલવાર માન અને મોભાનું પ્રતિક પણ છે.કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર અંગ છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે. "કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું, મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું."

તલવારના બાર અંગ-
1) નથ    7) મોવટો
2) કલા    8) મયાન
3) વાટકી    9) ખોળી
4) પૂતળિયા    10) ધાર
5) કોટિયા    11) મોર
6) સાપટિયા    12) પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.
તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે 30 છે. શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે.

તલવારમાં 30 પ્રકારના આવે છે નેત્ર-
1) ચક્ર    11) વત્સ    21) મયુર
2) ખડગ    12) લિંગ    22) જીવ્હા
3) ગધ    13) ધ્વજ    23) દશન
4) પદમ    14) ઈંદુ    24) પુત્રિકા
5) ડમરુ    15) કુંભ    25) ચામર
6) ધનુષ્ય    16) શાર્દુલ    26) શૈલ્ય
7) અંકુશ    17) સિંહ    27) પુષ્પમળા
8) છત્ર    18) સિંહાસન    28) ભુજાંગ
9) પતાકા    19) ગજ    29) શૂળ
10) વીણા    20) હંસ    30) જ્યોત આ નામથી નેત્ર હોય છે.

ભારતીય તલવારોની માહિતી-
'ગ્રંથ પ્રતાપ શસ્ત્રગાર' અનુસાર તલવારના ચાર રંગ છે અને આઠ અંગ છે.

તલવારના રંગ-
1.આસમાની
2. કાળો
3. ધૂમાડિયો
4. પીંગટ

તલવારના આઠ અંગ-
1) અંગ    5) અરિષ્ટ
2) રૂપ    6) ભૂમિ
3) જાતિ    7) ધ્વનિ
4)  નેત્ર    8) પરિણામ

બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર એમ તલવારની ચાર જાતિ ઉપરાંત પાંચમી વર્ણસંકર જાતિ પણ છે,બ્રહ્મણ જ્ઞાતિની તલવાર સર્વશ્રેષ્ઠ અને ઉતકૃષ્ટ પ્રકારની ગણાય છે.તેનો ધ્વનિ મધુર હોય છે તેનાથી નાનકડો જખમ થાય તો પીડા વધુ થાય છે.આ તલવાર હિમાલય અને કુશદ્વિપમાં બનતી હતી.ભારતના,ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના કસબી કારીગરો અનેક તલાવરો બનાવતા.દિલ્હીશઈ,ઔરંગજેબી,સિંધી,હકીમખાની,બંગલા,ગુજરાતી,પુરબિયા,બૂજી,સિરોહી,જોધપુરી,કર્ણાટકી,શેરદણ,મુલ્હેરી,ઈરાની-અસલી,નકલી,પોપટ ઘાટી,સુરઘાટી,ગારદી,રામપુરૂ,ઉદેપુરી,જાફરાબાદી,ફૈજાબાદી અને અરબી જેવી 40 પ્રકારની મુઠોમાંથી જાણીતી તલવારો બનતી.

તલવારોની મુઠ પર નકશીકામ કરનાકરા કારીગરો. ફટકડી,મીઠું અને હીરાકસીનો પાવડર લગાવી નાઈટ્રિક એસિડ,ચાંદી અને પાણીનું મિશ્રણ કરી ગરમ પ્રવાહીમાં મુઠ બોળીને એના પર જસતના ટૂકડાંથી ઈચ્છીત નકશી પાડતા.રસાણીયા કારીગરો મુઠને ગરમ કરી તેના પર ચાંદીનો અને પછી સોનાનો ઢાળ ચડાવતા હતા.2 તોલા ચાંદી અને તેના પર અડધા તોલાનો સોનાનો ઢોળ ચડાવવામાં આવતો જેથી તલવાર દમદાર દેખાતી અને એની મુઠ પંદર વર્ષ સુધી એવી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news