Bharat Bandh: 16 ફેબ્રુઆરીએ ભારત બંધ, ખેડૂતોનું દેશભરમાં ચક્કાજામ, જાણો શું ખુલશે, શું રહેશે બંધ

Bharat Bandh Tomorrow Date and Time: દેશના કિસાનો આંદોલન કરી રહ્યાં છે. પોતાની માંગોને લઈને ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે શુક્રવાર, 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. 
 

Bharat Bandh: 16 ફેબ્રુઆરીએ ભારત બંધ, ખેડૂતોનું દેશભરમાં ચક્કાજામ, જાણો શું ખુલશે, શું રહેશે બંધ

નવી દિલ્હીઃ Bharat Bandh Tomorrow 16 February: પોતાની વિવિધ માંગોને લઈને અન્નદાતા ફરી રસ્તા પર છે. દેશભરના ખેડૂતો દિલ્હી આવવા માટે બોર્ડર પર ભેગા થયા છે. ખેડૂતોએ આંદોલન વચ્ચે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બંધ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે દેશભરના ખેડૂતો રસ્તા પર છે. સંયુક્ત કિસાન મોર્ચા (બિન-રાજકીય) એ સમાન વિચારધારાવાળા કિસાન સંગઠનો, મજૂર યુનિયનની સાથે મળી આ બંધની જાહેરાત કરી છે. 16 ફેબ્રુઆરી, શુક્રવારે સંયુક્ત કિસાન મોર્ચા અને કિસાન મજૂર મોર્ચા અને મજૂર યુનિયનોએ મળીને ભારત બંધની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયનના ભારત બંધને દરેક કિસાન સંગઠનો અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનનું સમર્થન મળ્યું છે. ટ્રક એસોસિએશન પણ કિસાનોના સમર્થનમાં આ આંદોલનનું સમર્થન કરી રહ્યાં છે.

ભારત બંધની તારીખ અને સમય
કિસાન આંદોલન વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે તેની બંધ પહેલાથી નક્કી હતું. આજે ખેડૂતોએ રેલ રોકી છે, કાલે પોતાની માંગની સાથે ભારતભરમાં ચક્કાજામ કરશે. સંયુક્ત કિસાન મોર્ચા અનુસાર 16 ફેબ્રુઆરી, શુક્રવારે સવારે 6 કલાકથી સાંજે 4 કલાક સુધી ભારત બંધ રહેશે. તો બપોરે 12 કલાકથી લઈને સાંજે 4 કલાક સુધી દેશના મુખ્ય રસ્તાઓમાં ચક્કાજામ કરશે. ભારત બંધ દરમિયાન ગ્રામીણ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ, પ્રાઇવેટ ઓફિસ, ગામની દુકાનો, ખેતીવાડી સહિત મનરેગા હેઠળ કામ બંધ રહેશે. એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગિક કામકાજ બંધ રાખવાની તૈયારી છે. પરંતુ જરૂરી સેવાઓ બંધ રહેશે નહીં. 

ભારત બંધ દરમિયાન શું ખુલશે, શું રહેશે બંધ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પ્રમાણે ભારત બંધ દરમિયાન દેશભરમાં 16 ફેબ્રુઆરીએ બેન્કો ખુલી રહેશે. બેન્કોમાં સામાન્ય દિવસની જેમ કામકાજ થશે. માનવામાં આવી રહ્યું છે કે ભારત બંધ દરમિયાન મુખ્ય રીતે ગામડામાં દુકાન-બજાર બંધ રહેશે. તો અવર-જવર પ્રભાવિત રહેશે. ગામની એપીએમસી, શાક માર્કેટ, સરકારી અને બિન-સરકારી ઓફિસ, ગ્રામીણ ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટર, ખાનગી સેક્ટરને બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. 

ભારત બંધ દરમિયાન સ્કૂલ ખુલશે કે નહીં
નોંધનીય છે કે સીબીએસઈની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. સ્કૂલો તરફથી સ્કૂલ બંધને લઈને કોઈ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. કિસાન આંદોલનને લઈને સીબીએસઈએ એડવાઇઝરી જાહેર કરતા બોર્ડ પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓને ઘરેથી વહેલા નિકળવાની સલાહ આપી છે. તો વિદ્યાર્થીઓને મેટ્રો રૂટ અપનાવવાનું કર્યું છે. ભારત બંધને લઈને પરીક્ષાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે
ભારત બંધ દરમિયાન કોઈપણ જરૂરી સેવા બંધ રહેશે નહીં. એમ્બ્યુલન્સની અવરજવર, મેડિકલ સ્ટોર, સ્કૂલ-કોલેજ, બેન્કોની સેવાઓ પર અસર પડશે નહીં. કિસાન યુનિયને કહ્યું કે બંધ દરમિયાન લગ્ન, અખબાર સપ્લાય, બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ, યાત્રીકોને રોકવામાં આવશે નહીં. ઈમરજન્સી સેવાઓ માટે રસ્તાઓ ખુલા રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news