ભગવંત માનની જાહેરાત, 'આજે જનતાના હિતમાં એવો નિર્ણય લઈશ, જે આજ સુધી કોઈએ લીધો નહી હોય'

પંજાબી અને હિન્દીમાં કરવામાં આવેલા ટ્વીટમાં ભગવંત માને જણાવ્યું છે કે, 'પંજાબની જનતાના હિતમાં આજે બહુ મોટો નિર્ણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી કોઈએ આવો નિર્ણય લીધો નથી હોય. હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ.

ભગવંત માનની જાહેરાત, 'આજે જનતાના હિતમાં એવો નિર્ણય લઈશ, જે આજ સુધી કોઈએ લીધો નહી હોય'

ચંદીગઢ; પંજાબમાં મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કર્યા બાદ ભગવંત માન એક્શનમાં આવી ચૂક્યા છે અને ધડાધડ એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. હવે તેમણે જાહેરાત કરી છે કે રાજ્યની જનતા માટે એક સૌથી મોટો નિર્ણય લેવાના છે. ભગવંત માનને ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ પંજાબની જનતા માટે મોટો નિર્ણય કરવાના છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આવો નિર્ણય કોઈએ લીધો નહી હોય: ભગવંત માન
પંજાબી અને હિન્દીમાં કરવામાં આવેલા ટ્વીટમાં ભગવંત માને જણાવ્યું છે કે, 'પંજાબની જનતાના હિતમાં આજે બહુ મોટો નિર્ણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી કોઈએ આવો નિર્ણય લીધો નથી હોય. હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ.

कुछ ही देर में एलान करूँगा...।

— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022

ભગવંત માને એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં યોજાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત દિલ્હી AAPના તમામ નેતાઓએ હાજરી આપી હતી. ભગવંત માન પંજાબના 17માં સીએમ બન્યા છે. કાર્યકાળના હિસાબે તેઓ પંજાબના 25મા સીએમ છે. માન સંગરુરથી બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 117 સીટોવાળી પંજાબમાં AAPને 92 સીટો મળી છે. જ્યારે, કોંગ્રેસને 18, અકાલી દળને 3 અને ભાજપને 2 બેઠકો મળી હતી. AAPએ આ વખતે ભગવંત માનના ચહેરા પર ચૂંટણી લડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news