ભારતને તોડવા માટે મોહમ્મદ અલી ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યા છે રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ

બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહએ નવજોત સિંહ સિદ્ધૂના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. આરોપ લગાવતા-લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપી દીધું છે.

ભારતને તોડવા માટે મોહમ્મદ અલી ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યા છે રાહુલ ગાંધી: ગિરિરાજ સિંહ

બેગૂસરાય: બિહારના બેગૂસરાયમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયર બ્રાંડ નેતા ગિરિરાજ સિંહએ નવજોત સિંહ સિદ્ધૂના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. આરોપ લગાવતા-લગાવતા તેમણે વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે રાહુલ ગાંધીની સરખામણી મોહમ્મદ અલી ઝિન્ના સાથે કરી છે. ગિરિરાજ સિંહએ કહ્યું કે રાહુલ ગાંધી વિચારશીલ ષડયંત્ર અંતર્ગત ભારતને તોડવા માટે ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

ગિરિરાજ સિંહએ કહ્યું કે, તેના માટે રાહુલ ગાંધી પટકથા લખી રહ્યાં છે. તેના અંતર્ગત પહેલા સિદ્ધૂનું પાકિસ્તાનમાં બાઝવાથી ગળે મળવું. ગિરિરાજ સિંહએ કહ્યું કે, ‘કેરળમાં રાહુલ ગાંધીના નામાંકનમાં જે દર્શ્યો હતા, તે ભારતના નહોતા લાગી રહ્યાં હતા. ત્યાં કોંગ્રેસ ક્યાંય દેખાઇ રહી ન હતી. ના કોંગ્રેસનો ધ્વજ દેખાઇ રહ્યો હતો. ત્યાં પાકિસ્તાનનો ધ્વજ હતો કે નહીં, પરંતુ પાકિસ્તાનના દ્રશ્ય જરૂર હતા.’

બેગૂસરાયમાં ભાજપ ઉમેદવારે કહ્યું કે, કેરળ બાદ હવે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્દૂનું કટિહરામાં આપેલું નિવેદન સાબિત કરે છે કે રાહુલ ગાંધી દેશને તોડવામાં લાગ્યા છે. રાહુલે તેના પર જવાબ આપવો જોઇએ. દેશથી માફી માગવી જોઇએ. તેમણે પૂછ્યું કે શું દેશને તેઓ પાકિસ્તાન બનાવવા ઇચ્છે છે? રાહુલ ગાંધી ફરી દેશમાં ઝિન્ના પેદા કરવા ઇચ્છે છે.

તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીએ ભારતને તોડવાનું મન બનાવી લીધું છે, તો દેશની જનતા તેનો મુહતોડ જવાબ આપશે. ગિરિરાજ સિંહએ કહ્યં કે, કેરળમાં રાહુલનું નામાંકન, પાકિસ્તાનમાં બાઝવાથી ગળે મળવું અને સિદ્ધૂનું કટિહારમાં નિવેદન આ ત્રણેય ઘટના જણાવે છે કે, આ વિચારશીલ ષડયંત્ર અંતર્ગત ભારતને તોડવા માટે ઝિન્નાની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news