લગ્ન પહેલાં દુલ્હનના હાથ-પગ ભાંગી ગયા, વરરાજાએ હોસ્પિટલમાં પહોંચીને કર્યાં લગ્ન, જુઓ તસવીરો

પરિવારના લોકોએ જણાવ્યું કે રાયગંજ મંડીના પંકજ રાઠોડના લગ્ન રવિવારે રાવતભાટાની મધુ રાઠોડ સાથે થવાના હતા. બંનેના ઘરમાં ખુશીનો માહોલ હતો અને લગ્નની તૈયારી ચાલી રહી હતી.  

લગ્ન પહેલાં દુલ્હનના હાથ-પગ ભાંગી ગયા,  વરરાજાએ હોસ્પિટલમાં પહોંચીને કર્યાં લગ્ન, જુઓ તસવીરો

કોટાઃ લગ્નના થોડા સમય પહેલા જ દુલ્હન સીડી પરથી નીચે પડી હતી. આ અકસ્માતમાં દુલ્હનના હાથ-પગ ભાંગી ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન કંઈક એવું બન્યું જે ચર્ચાનો વિષય બની ગયું. દુલ્હનને પરણવા માટે વરરાજા લગ્નના વરઘોડા સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. બંનેએ ત્યાં લગ્ન કર્યા. આ રસપ્રદ ઘટના રાજસ્થાનના કોટા શહેરની છે. દુલ્હનને હાથ-પગ ભાંગી જતાં એમસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં કર્યાં લગ્ન
સીડી પરથી પડ્યા બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના કોટેજ વોર્ડને શણગારવામાં આવ્યો હતો. ત્યાં વર-કન્યાએ સાત ફેરા લીધા હતા. વરમાળા સહિત તમામ વિધિ હોસ્પિટલમાં પૂરી થઈ હતી. આ લગ્ન દરમિયાન ત્યાં માત્ર પરિવારજનો હાજર રહ્યાં હતા. પરિવારના લોકોએ રીતિ-રિવાજથી આ લગ્ન સંપન્ન કરાવ્યા હતા. 

ભાંગી ગયા હાથ-પગ
પરિવારજનોએ જણાવ્યું કે રામગંજ મંડીના પંકજ રાઠોડના લગ્ન રવિવારે રાવતભાટાની મધુ રાઠોડ સાથે થવાના હતા. બંને ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન પહેલા મધુ સીડી પરથી પડી ગઈ હતી. આ દરમિયાન મધુના હાથ-પગ ભાંગી ગયા. મધુને માથામાં પણ ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

યુવકે વ્યક્ત કરી હોસ્પિટલમાં લગ્ન કરવાની ઈચ્છા
ઈજાગ્રસ્ત મધુને તેના પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. પરિવારજનોને ડર હતો કે હવે લગ્ન કઈ રીતે થશે. આ દુર્ઘટનાની જાણકારી જ્યારે પંકજ રાઠોડને મળી તો તેણે હોસ્પિટલમાં લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ બંને પરિવારજનોએ નક્કી કર્યું કે લગ્ન હોસ્પિટલમાં કરાવવામાં આવશે. 

વરરાજાના એક સંબંધીએ જણાવ્યું કે લગ્ન માટે હોસ્પિટલમાંથી મંજૂરી લેવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલનો કોટેજ વોર્ડ બુક કરવામાં આવ્યો. રૂમને ફુલથી શણગારવામાં આવ્યો હતો. ત્યાં બંનેના લગ્ન સંપન્ન થયા હતા. બંને પરિવારમાં જોરદાર ઉત્સાહ હતો. આ લગ્ન વિશે જેણે વાત સાંભળી તે યુવકની પ્રશંસા કરી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયા પર પણ આ લગ્નની ચર્ચા થઈ રહી છે. ડોક્ટરોએ કહ્યું કે થોડા દિવસ સુધી મધુને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news