હાથ બાંધેલા, શરીર પર લેડીઝ અંડરગાર્મેન્ટ્સ..બેંક મેનેજરના 'આપઘાત'ની ઘટનાથી હડકંપ
પંજાબના લુધિયાણાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેનેરા બેંકના સીનિયર મેનેજરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. કથિત આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શુક્રવારે તેનો મૃતદેહ ભાડાના ઘરમાં ફંદે લટકેલો જોવા મળ્યો.
Trending Photos
પંજાબના લુધિયાણાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેનેરા બેંકના સીનિયર મેનેજરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. કથિત આત્મહત્યાના ત્રણ દિવસ પહેલા જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શુક્રવારે તેનો મૃતદેહ ભાડાના ઘરમાં ફંદે લટકેલો જોવા મળ્યો. તેના હાથ બાંધેલા હતા અને તેણે શરીર પર મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ હતા. આ ઘટના શહેરના અમરપુરા વિસ્તારની છે. મૃતકની ઓળખ વિનોદ મસીહ તરીકે થઈ છે. હાલ પોલીસ મામલે તપાસ કરી રહી છે.
એચએચઓ અમૃતપાલ સિંહે કહ્યું કે મૃતક વિનોદ મસીહ કેનેરા બેંકમાં સીનિયર મેનેજર હતો. તે મૂળ રીતે ફિરોઝપુરનો રહીશ હતો અને ટ્રાન્સફર થઈને અહીં આવ્યો હતો. તે અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. શુક્રવારે સવારે બેંક મેનેજર નોકરી પર ન ગયો કે ઘરની બહાર પણ ન નીકળ્યો. મકાન માલિક દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. ત્યારબાદ તેણે પોલીસને આ અંગે જાણ કરી.
એસએચઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને દરવાજો ખોલીને અંદર ગયા તો ચોંકી ગયા. બેંક મેનેજર વિનોદ મસીહનો મૃતદેહ ફંદે લટકેલો હતો. તેના હાથ બાંધેલા હતા ને શરીર પર મહિલાઓના અંડર ગારમેન્ટ્સ હતા. પોલીસે તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી. ઘટનાસ્થળેથી પુરવા મેળવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો. ઘટનાની જાણકારી પરિવારને કરી દેવાઈ છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી.
બીજી બાજુ મકાન માલિકે જણાવ્યું કે વિનોદે ત્રણ દિવસ પહેલા જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે જ તે પોતાના રૂમમાં ખાવાનું બનાવવાની જગ્યાએ ઈસાનગરીમાં રહેતા પોતાના સંબંધી સુલેમાનના ઘરે જઈને ખાતો હતો. પોલીસ તેની પણ પૂછપરછ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે