Baba Vanga Predictions: બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણી સાચી પડી! હવે આ 5 ચેતવણી પર નજર, જાણો ભારત માટે શું છે ચિંતાજનક

Baba Vanga Predictions: એવું કહેવાય છે કે બાબા વેંગાએ અમેરિકામાં થયેલા 9/11 આતંકવાદી હુમલા, ફુકુશિમા પરમાણુ આફત અને આઈએસઆઈએસના ઉદય સહિત અનેક ઘટનાઓ વિશે ભવિષ્યવાણીઓ કરેલી હતી. તેમના અનુયાયીઓનું માનવું છે કે તેમને વર્ષ 5079માં દુનિયાના અંતનો પૂર્વાભાસ થઈ ગયો હતો. 

Baba Vanga Predictions: બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણી સાચી પડી! હવે આ 5 ચેતવણી પર નજર, જાણો ભારત માટે શું છે ચિંતાજનક

Baba Vanga Predictions: બાબા વેંગાને કોણ નથી ઓળખતું. કારણ કે તેઓ પોતાની એકદમ સટિક ભવિષ્યવાણીને લઈને દુનિયાભરમાં પ્રખ્યાત છે. નાની ઉંમરે તેઓ અંધ થયા છતાં આ બ્લેગેરિયન મહિલા મનોવૈજ્ઞાનિક બાબા વેંગાએ અધારણ માનસિક ક્ષમતાઓનો વિકાસ કર્યો જેના કારણે તેઓ દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા. એવું કહેવાય છે કે બાબા વેંગાએ અમેરિકામાં થયેલા 9/11 આતંકવાદી હુમલા, ફુકુશિમા પરમાણુ આફત અને આઈએસઆઈએસના ઉદય સહિત અનેક ઘટનાઓ વિશે ભવિષ્યવાણીઓ કરેલી હતી. તેમના અનુયાયીઓનું માનવું છે કે તેમને વર્ષ 5079માં દુનિયાના અંતનો પૂર્વાભાસ થઈ ગયો હતો. 

તેમની આ ભવિષ્યવાણીઓ સાચી પડતી જોઈને હવે દુનિયામાં ખલબલી મચી ગઈ છે. કારણ કે મોટી મોટી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. હવે સંભવિત સોલર સ્ટોર્મ (Solar Storm) વિશે 2023 માટે બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી હતી તે પણ સાચી પડવાની શક્યતા જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોનું સૂચન છે કે સૂર્ય લગભગ એક દાયકા સુધી ચાલનારા સાપેક્ષ શાંતિના સમયગાળાથી ઉભરી રહ્યો હોઈ શકે છે, જેનાથી પૃથ્વી પર સમસ્યાઓ પેદા થઈ શકે છે. સૂર્યના સક્રિય તબક્કા દરમિયાન નીકળનારી સૂર્ય જ્વાળાઓ વિદ્યુત ચુંબકીય ઉર્જાની વૃદ્ધિને છોડતી હોય છે જે પાવર ગ્રિડ અને જીપીએસ સિગ્નલ સહિત વિભિન્ન સિસ્ટમને ખોરવી શકે છે. સોલર મેક્સિમમ તરીકે ઓળખાતા આ એપિસોડ લગભગ દર 11 વર્ષે થાય છે અને ભૂતકાળમાં કોઈ મહત્વપૂર્ણ ચિંતા જોવા મળી નથી. 

1859ની કેરિંગટન ઘટનાએ દેખાડ્યું કે એક સૂર્ય તોફાનનું પૃથ્વીના ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિનાશકારી પરિણામ થઈ શકે છે. ત્યારથી ટેક્નોલોજી પર આપણી નિર્ભરતા વધી છે જેનાથી આપણે આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે સંવેદનશીલ થઈ ગયા છીએ. જો 2023માં એક સૂર્ય તોફાન પૃથ્વી સાથે ટકરાય તો તે મોટા પાયે વીજળી કાપનું કારણ બની શકે છે. જેનાથી આપણી સંચાર અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે. જેના કારણે તે સામાજિક અરાજકતા અને નાણાકીય સંકટનું કારણ પણ બની શકે છે. આ પ્રકારના તોફાનનો પ્રભાવ વર્ષો સુધી મહેસૂસ થઈ શકે છે. જેનાથી આપણા દૈનિક જીવનમાં મોટા પાયે સમસ્યાઓ સર્જાઈ શકે છે. 

2023 માટે બાબા વેંગાએ કરેલી કેટલીક મહત્વની ભવિષ્યવાણીઓ....

- જૈવિક હથિયાર અત્યાચાર- એક ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે એક મોટો દેશ 2023માં જૈવિક હથિયારોનું પરીક્ષણ કરશે, એક સંભવિત પ્રયોગશાળા લીકનું જોખમ અને જૈવિક હથિયાર કન્વેન્શનનો  ભંગ કરશે. ભવિષ્યવાણી વર્તમાન ભૂ-રાજનીતિક સંદર્ભ માટે પ્રાસંગિક લાગી રહી છે. 

- પૃથ્વીની કક્ષામાં ફેરફાર- 2023માં પૃથ્વીની કક્ષામાં પરિવર્તન થઈ શકે છે. જેનાથી ગુરુત્વાકર્ષણ બળોનું સ્થાનાંતરણ થવાથી ગંભીર પર્યાવરણ સંબંધિત પરિણામો આવી શકે છે. આ ઘટનાને કારણે લાખો લોકોના મોત થશે. જો પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે તો પૃથ્વી પર ભયંકર ભૂકંપ આવશે. આવી સ્થિતિમાં કયો દેશ ભૂકંપની ઝપેટમાં આવે છે તે ચિંતાનો વિષય રહેશે.

- બાબા વેંગા પહેલાથી જ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે એશિયાના કોઈ દેશમાં પરમાણુ વિસ્ફોટ થશે, જેના કારણે ભારતમાં ભારે નુકસાન થશે. 

-લેબમાં માનવ જન્મ- એવી પણ ભવિષ્યવાણી કરેલી છે કે 2023થી માનવ શિશુઓનો જન્મ પ્રયોગશાળામાં જ થશે જ્યાં તેમની શારીરિક બનાવટ અને ચરિત્રને નિયંત્રિત કરી શકાશે જેનાથી જન્મની પ્રક્રિયા સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. 

એલિયન એટેક- બાબા વેંગાએ 2023માં એક એલિયન આક્રમણની ભવિષ્યવાણી કરી હતી. જેમાં એક્સટ્રેટરેસ્ટ્રિયલ્સ દુશ્મન બનશે અને લાકો લોકોના મોતનું કારણ બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news