હિન્દુઓને હિંસક ગણાવી કમ્યુનિસ્ટોએ પોતાની અંત્યેષ્ટિનો પાયો નાખ્યો: બાબા રામદેવ
બાબા રામદેવે કહ્યું કે, સીતારામ પોતાનાં પૂર્વજોને ગાળો ભાંડી રહ્યા છે તેમને હિંસક, ક્રૂર ગણાવી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : સીપીએમ મહાસચિવ સતીરામ યેચુરી દ્વારા હિન્દુઓને હિંસક ગણાવવામાં આવ્યા બાદ બાબા રામદેવ ગુસ્સામાં છે. બાબા રામદેવે હરિદ્વારમાં સીતારામ યેચુરીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. બાબા રામદેવે કહ્યું કે, હિન્દુ ધર્મ, સંસ્કૃતી અને સભ્યતા પર ખુબ જ મોટુ આક્રમણ કરીને કમ્યુનિસ્ટોએ પોતાની અંત્યોષ્ટિનો પાયો નાખ્યો છે. રામદેવે કહ્યું કે, કમ્યુનિસ્ટોએ આવા નિવેદન આપીને રાષ્ટ્રીય પાપ કર્યું છે.
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે, સીતારામ પોતાનાં પૂર્વજોને ગાળો શા માટે આપી રહ્યા છે, તેમને હિંસક, ક્રૂર શા માટે ગણાવો છો, જ્યારે ભારતની આ પરંપરા ક્યારે પણ નથી રહી. રામદેવે હિન્દુ ધાર્મિક ગ્રંથોનો હવાલો ટાંકીને કહ્યું કે, અમારા ધાર્મિક પુસ્તકોમાં વીરતાનો હવાલો ટાંકવામાં આવ્યો છે. રામદેવે કહ્યું કે, અમારા ધર્મ ગ્રંથોમાં પાપ અને અન્ય કરનારાઓને સજા આપવામાં આવી છે. તમે તેમને આતંકવાદી કહો કે પછી નક્સલવાદી.
પાંચમા તબક્કાનો ચૂંટણી પ્રચાર પુર્ણ, રાજનાથ, સોનિયા, રાહુલના ભાગ્યનો નિર્ણય
બાબા રામદેવે કહ્યું કે, જો હિન્દુ ધર્મમાં કોઇને મારવામાં આવ્યો હોય તો મારવું નહી તારવાનું હતું, તેમનો ઉદ્ધાર કરવામાં આવ્યો. કારણ કે તેઓ સંપુર્ણ માનવતા માટે ખતરો બની ગયા હતા. રામદેવે કહ્યું કે, આવા મહાપુરૂષો પર આવી અયોગ્ય ટીપ્પણી કરીને તેમણે રાષ્ટ્રીય પાપ કર્યું છે. તેનું ફળ તેમને જરૂર મળશે.
કમ્યુનિસ્ટોએ 10 કરોડ લોકોની હત્યા કરી
બાબા રામદેવે દાવો કર્યો કે સમગ્ર વિશ્વમાં પોતાના રાજ્યનાં વિસ્તાર માટે કમ્યુનિસ્ટોએ 10 કરોડ લોકોની હત્યા કરી છે. રામદેવે કહ્યું કે, શું કમ્યુનિસ્ટ ક્યારે તેને સ્વીકાર કરશે કે અમે હિંસા અને ક્રૂરતા કરી પોતાની વિચારધારાનો પ્રસાર કરવામાં આવ્યો છે. બાબા રામદેવે બ્લેક બુક ઓફ કમ્યુનિઝમ નામના પુસ્તકનો હવાલો ટાંકતા રામદેવે કહ્યું કે, આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સાડા દસ કરોડ લોકોને મારવામાં આવ્યા છે.
સીતારામ યેચુરી પર સવાલ ઉઠાવતા રામદેવ ગરજ્યા અને પુછ્યું કે, શું સીતારામ યેચુરી ક્રિશ્ચિયન, ઇસ્લામ અંગે આ પ્રકારની વાતો કરી શકે છે. રામદેવે કહ્યું કે, તેઓ હિન્દુઓ વિરુદ્ધ એવું એટલા બોલી શકે છે કારણ કે હિન્દુ સહિષ્ણું હોય છે. રામદેવે કહ્યું કે, કોઇ પણ અમારા ધાર્મિક પુસ્તકોને બદનામ કરી શકે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે