વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ

વિપ્રોના ફાઉન્ડર અજીજ પ્રેમજીનાં વખાણ વિશ્વનાં બીજા નંબરનાં સૌથી ધનવાન વ્યક્તિએ કર્યા વખાણ

વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ

નવી દિલ્હી : હાલમાં જ વિપ્રોના ફાઉન્ડર અઝીઝ પ્રેમજીએ કંપનીમાં પોતાનાં શેરનાં 34 ટકા એટલે કે 52,750 કરોડ રૂપિયાનાં બજાર મુલ્યનાં શેર અજીજ પ્રેમજી ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી છે. અજીજ પ્રેમજીનાં આ કામથી સમગ્ર વિશ્વનાં બીજા સૌથી અમીર વ્યક્તિ બિલ ગેસ્ટ પણ ખુબ જ પ્રભાવિત થયા છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. માઇક્રોસોફ્ટનાં કો ફાઉન્ડર અને મોટા દાનવીરો પૈકી એક બિલ ગેટ્સે ટ્વીટ કરીને કહ્યું કે, 'હું અજીજ પ્રેમજીથી પ્રભાવિત છું. તેમનું યોગદાન ખુબ જ અસરદાર સાબિત થશે'

પ્રેમજીનાં આ નિર્ણય સાથે જ તેઓ પરોપકાર કાર્ય માટે અત્યાર સુધી 1,45,000 કરોડ રૂપિયા (21 અબજ ડોલર) દાન આપી ચુક્યા છે. આ વિપ્રો લિમિટેડનાં આર્થિક સામ્રાજ્યનાં 67 ટકા છે. ફોર્બ્સ પત્રિકાના અનુસાર પ્રેમજીની સંપત્તી 21.8  બિલિયન ડોલર છે અને તે એશિયાની ટોપ અમીરો પૈકી એક છે. અજીજ પ્રેમજીએ જે ફાઉન્ડેશનને આ રકમ દાન આપી છે તે મુખ્યત્વેશિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. તેનું લક્ષ્યાંક પબ્લિક સ્કુલિંગ સિસ્ટમને સારુ બનાવવાનું છે. પ્રેમજી ફાઉન્ડેશન આ ક્ષેત્રમાં કામ કરતી અન્ય એનજીઓને પણ મદદ કરે છે. અજીજ પ્રેમજી ફાઉન્ડેશન કર્ણાટક, ઉતરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપૂર્વી રાજ્યોમાં કાર્યરત છે. 

— Bill Gates (@BillGates) March 24, 2019

બિલ ગેસ્ટ છે સૌથી મોટા દાનવીર
જો વિશ્વમાં દાનવીરોની વાત કરવામાં આવે તોમાઇક્રોસોફ્ટનાં કો ફાઉન્ડ બિલગેટ્સ સૌથી આગળ છે. ગેટ્સ અત્યાર સુધી 2.47 લાખ કરોડ રૂપિયાનું દાન આપી ચુક્યા છે. જ્યારે એમેઝોન ફાઉન્ડર જેફ બેજોશ અત્યાર સુધી 13,780 કરોડ રૂપિયાનું દાન કરી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news