Dharmendra Yadav Viral Video: 'HOW CAN YOU રોક', આઝમગઢથી હારેલા ધર્મેન્દ્ર યાદવનો વીડિયો વાયરલ

Dharmendra Yadav: ધર્મેન્દ્ર યાદવને ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે આઝમગઢ પેટાચૂંટણીની મતગણતરી થઈ હતી. 
 

Dharmendra Yadav Viral Video: 'HOW CAN YOU રોક', આઝમગઢથી હારેલા ધર્મેન્દ્ર યાદવનો વીડિયો વાયરલ

આઝમગઢઃ Azamgarh Loksabha Byelection: આઝમગઢમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાર થઈ છે. સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આઝમગઢમાં મતગણના રવિવારે થઈ, પરંતુ મતગણના પહેલા સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવનો પોલીસકર્મીઓ સાથે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. 

હકીકતમાં ધર્મેન્દ્ર સ્ટ્રોંગ રૂમમાં જવા ઈચ્છતા હતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા. તેના પર તેમણે ગુસ્સામાં પોલીસકર્મીઓને કહ્યુ, 'HOW CAN YOU रोक', તમે લોકો મને અંદર કેમ જવા દેતા નથી? તમે મશીન બદલવા ઈચ્છો છો? ધર્મેન્દ્ર યાદવ ઘણા સમય સુધી પોલીસકર્મીઓ સાથે બબાલ કરતા રહ્યા. આ વચ્ચે એક પોલીસકર્મી તે કહેતા જોવા મળ્યા કે તમે આ રીતે વાત ન કરી શકો. ધર્મેન્દ્રનો ગુસ્સો શાંત થયો નહીં અને તે બબાલ કરતા રહ્યાં. 

— Agniveer Doland Trump (@Battlestar_ind) June 26, 2022

ધર્મેન્દ્ર યાદવે અધિકારીઓને શું કહ્યું 
સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવે અધિકારીઓને કહેવું પડ્યું, ઓળખતા નથી હું ઉમેદવાર છું. થોડા સમય બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે સ્થિતિ બરાબર છે. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

8 હજારથી વધુ મતોથી હાર્યા ધર્મેન્દ્ર યાદવ
ધર્મેન્દ્ર યાદવે ભાજપના ઉમેદવાર નિરહુઆના હાથે 8679 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. નિરહુઆને  312768 મત મળ્યા જ્યારે સપાના ધર્મેન્દ્ર યાદવને 304089 મત મળ્યા છે. તો બસપાના આલમ ઉર્ફે ગુડ્ડૂ જમાલીને પણ  266210 મત મળ્યા હતા. આઝમગઢમાં 5369 લોકોએ નાટોનું બટન દબાવ્યું હતું. આઝમગઢ સીટ પર પેટાચૂંટણી અંતર્ગત 23 જૂને મતદાન થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news