મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 

 સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યાં. તેમણે એમ પણ ઈચ્છા વ્યક્ત કરી કે મોદી જ ફરીથી વડાપ્રધાન બને. તેના પર પ્રતિક્રિયા આપતા સપા નેતા આઝમ ખાને બુધવારે કહ્યું કે મને આ જાણીને ખુબ દુખ થયું છે. તેમનું આ નિવેદન તેમના મોઢે બોલાવવામાં આવ્યું છે. આઝમ ખાને કહ્યું કે આ નિવેદન મુલાયમ સિંહનું નથી, તેમના મોઢેં બોલાવાયું છે. 
મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 

નવી દિલ્હી:  સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યાં. તેમણે એમ પણ ઈચ્છા વ્યક્ત કરી કે મોદી જ ફરીથી વડાપ્રધાન બને. તેના પર પ્રતિક્રિયા આપતા સપા નેતા આઝમ ખાને બુધવારે કહ્યું કે મને આ જાણીને ખુબ દુખ થયું છે. તેમનું આ નિવેદન તેમના મોઢે બોલાવવામાં આવ્યું છે. આઝમ ખાને કહ્યું કે આ નિવેદન મુલાયમ સિંહનું નથી, તેમના મોઢેં બોલાવાયું છે. 

મોદી ફરીથી વડાપ્રધાન બને- મુલાયમ સિંહ યાદવ
સપા નેતા મુલાયમ સિંહ યાદવે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીએ બધાની સાથે મળીને કામ કર્યું છે અને તેઓ ફરીથી વડાપ્રધાન બને તેવું તેઓ ઈચ્છે છે. સંસદના બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત થતા પહેલા પક્ષોના નેતાઓના પરંપરાગત સંબોધન દરમિયાન મુલાયમ સિંહ યાદવે એમ પણ કહ્યું કે તેમની કામના છે કે સદનમાં જેટલા પણ સભ્યો છે તે ફરીથી એકવાર ચૂંટાઈને પાછા આવે. 

પીએમ મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું
તેમના આ નિવેદન પર સત્તા પક્ષના સભ્યોએ મેજ થપથપાઈને ખુશી વ્યક્ત કરી. યાદવે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને પણ તેમના કામકાજ માટે ધન્યવાદ આપતા પીએમ મોદીના પણ ખુબ વખાણ કર્યાં અને કહ્યું કે વડાપ્રધાને બધાની સાથે મળીને કામ કર્યું છે. બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને અમારી શુભકામના છે અને અમારી ઈચ્છા છે કે તેઓ ફરીથી વડાપ્રધાન બને. યાદવે આ વાત એકથી વધુ વાર સદનમાં ઉચ્ચારી હતી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત પીએમ મોદીએ હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. 

પીએમ મોદીએ મુલાયમનો આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં આભાર વ્યક્ત કરતા કહ્યું કે હવે તો મુલાયમ સિંહજીએ પણ આશીર્વાદ આપ્યાં છે. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી બાદ એકવાર ફરીથી બહુમતવાળી સરકારની વકીલાત કરી. તેમણે કહ્યું કે સદનના સભ્યોએ છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક મોટા નિર્ણયો લીધા. વર્તમાન સરકારના કાર્યકાળમાં અનેક શુભ કાર્ય કર્યાં. હજુ ઘણું કરવાનું બાકી છે. આ માટે મુલાયમ સિંહજીએ આશીર્વાદ પણ આપી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news