Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે

સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર ચૂકાદો આવી ગયો છે. વર્ષોથી ચાલી રહેલા આ કેસની અંતિમ સુનાવણી ચાલીસ દિવસમાં પુરી થઇ, જેમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા તીખી ચર્ચા કરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજોની પીઠે આ કેસ સાંભળ્યો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો.

Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પર ચૂકાદો આવી ગયો છે. વર્ષોથી ચાલી રહેલા આ કેસની અંતિમ સુનાવણી ચાલીસ દિવસમાં પુરી થઇ, જેમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો દ્વારા તીખી ચર્ચા કરવામાં આવી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇના નેતૃત્વમાં પાંચ જજોની પીઠે આ કેસ સાંભળ્યો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. અયોધ્યા કેસની સુનાવણી કરનાર જજ કોણ છે, તમે તેના વિશે વાંચો. (તમામ જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

1. જસ્ટિસ રંજન ગોગાઇ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા
ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ આ પીઠનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે 3 ઓક્ટોબર 2018ના રોજ મુખ્ય ન્યાયધીશનો પદભાર ગ્રહણ કર્યો હતો. 18 નવેમ્બર 1954ના રોજ જન્મેલા જસ્ટિસ રંજન ગોગાઇએ 1978માં બાર કાઉન્સિલ જોઇન કર્યું હતું. તેમણે શરૂઆતી ગુવાહાટી હાઇકોર્ટથી કરી, 2001માં ગુવાહાટી હાઇકોર્ટમાં જજ બન્યા. 

ત્યારબાદ તે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં જજ તરીકે 2010માં નિમવામાં આવ્યા, 2011માં તે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. 23 એપ્રિલ 2012ના રોજ જસ્ટિસ રંજન ગોગાઇ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ચીફ જસ્ટિસ પોતાના કાર્યકાળમાં ઘણા ઐતિહાસિક કેસનો સાંભળ્યો છે, જેમાં અયોધ્યા કેસ, NRC, જમ્મૂ-કાશ્મીર પર અરજીઓ સામેલ છે. 

2. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)
આ પીઠમાં બીજા જજ જસ્ટિસ એસ.એ.બોબડે છે. તો રંજન ગોગાઇ પછી આગામી ચીફ જસ્ટિસ પણ હશે. વર્ષ 1978માં તેમણે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઇન કર્યું હતું. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચમાં લોની પ્રેકટિસ કરી, 1998માં વરિષ્ઠ વકીલ પણ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ પદભાર ગ્રહણ કર્યો. ત્યારબાદ તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી. જસ્ટિસ એસ.એ.બોબડે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. 

3. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્વચૂડ
જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડે 13 મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટના જજનો પદભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત ચંદ્વચૂડ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડ સુપ્રીમ કોર્ટમાં આવતાં પહેલાં ઇલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તો બોમ્બે હાઇકોર્ટમાં પણ તે જજ તરીકે રહી ચૂક્યા છે.

જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડ દુનિયાની ઘણી મોટી યૂનિવર્સિટીઓમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજ તરીકે નિયુક્ત થતા પહેલાં તે દેશના એડિશનલ સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તે સબરીમાલા, ભીમ કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણા મોટા કેસમાં પીઠનો ભાગ રહી ચૂક્યા છે. 

4. જસ્ટિસ અશોક ભૂષણ
ઉત્તર પ્રદેશથી આવનાર જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ જૌનપુરમાં થયો હતો. તે વર્ષ 1979માં યૂપી બાર કાઉન્સિલનો ભાગ બન્યા, ત્યારબાદ ઇલાહાબાદ હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી. આ ઉપરાંત તેમણે ઇલાહાબાદ હાઇકોર્ટમાં ઘણા પદો પર કામ કર્યું અને 2001માં જજ તરીકે નિયુક્ત કર્યા. 2014માં તે કેરલ હાઇકોર્ટના જજ નિયુક્ત થયા અને 2015માં ચીફ જસ્ટિસ બન્યા. 13 મે 2016ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં કાર્યભાર સંભળાવ્યો.

5. જસ્ટિસ અબ્દુલ નઝીર 
અયોધ્યા કેસની બેંચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરને 1983માં વકીલાત શરૂઆત કરી હતી. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી. પછી ત્યાં એડિશનલ જજ અને પરમનેંટ જજ કાર્ય કર્યું. 17 ફેબ્રુઆરી 2017ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કાર્યભાર સંભાળ્યો. 

તમને જણાવી દઇએ કે કોર્ટ દ્વારા આ ઐતિહાસિક કેસમાં પહેલાં મધ્યસ્થતાનો રસ્તો અપનાવવા કહ્યું હતું, પરંતુ આ સફળ થઇ ન શક્યા. ત્યારબાદ 6 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી આ કેસની દરરોજ સુનાવણી ચાલે છે, કોર્ટે અઠવાડિયામાં પાંચ દિવસ આ કેસને સાંભળ્યો. છેલ્લા થોડા દિવસોમાં સુનાવણીનો સમય એક કલાક માટે વધારી દેવામાં આવ્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news