Ram Mandir: નરેન્દ્ર મોદીની 'રામ પ્રતિજ્ઞા'! જ્યારે ટેન્ટમાં હતા રામલલા, પીએમ મોદીએ લીધો હતો સંકલ્પ, 29 વર્ષ ન કર્યાં દર્શન
PM Modi in Ram Mandir: 1991માં નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા ત્યારે રામ લલ્લાને ટેન્ટમાં જોઈને ભાવુક થઈ ગયા હતા અને પ્રતિજ્ઞા લીધી હતી. આ સંકલ્પ 22 જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
Trending Photos
PM Modi Ayodhya Ram Mandir Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર (30 ડિસેમ્બર) એ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની નગરી અયોધ્યામાં 15 હજાર કરોડથી વધુની પરિયોજનાઓની ભેટ આપી હતી. પીએમ મોદી જ્યારે અયોધ્યામાં વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી રહ્યાં હતા. ત્યારે તેઓ ન માત્ર પોતાની ગેરંટી પૂરી કરી રહ્યાં હતા, પરંતુ એક પ્રતિજ્ઞા પૂરી કરવાની જુબાની પણ આપી રહ્યાં હતા.
આ પ્રતિજ્ઞા વર્ષ 1992માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને ભાજપ સંગઠનના મહાસચિવ દ્વારા લેવામાં આવી હતી અને અયોધ્યા પોતે આ સંકલ્પની સાક્ષી છે. આ પ્રતિજ્ઞા એક રામ ભક્ત દ્વારા લેવામાં આવી હતી જે રાષ્ટ્રની અખંડિતતા જાળવવા માટે સંકલ્પબદ્ધ હતા. આ સંકલ્પ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક દ્વારા સરયુના કિનારે ઉભા રહીને લેવામાં આવ્યો હતો અને તે સંકલ્પ લેનારનું નામ નરેન્દ્ર મોદી હતું.
અજાણ્યું હતું નરેન્દ્ર મોદીનું નામ
અયોધ્યાના પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, 11 ડિસેમ્બર 1991ના કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1991ના અયોધ્યા પહોંચી હતી. આ તારીખે નરેન્દ્ર મોદી અયોધ્યામાં હતા. તે સમયે એક નારો લાગતો હતો, 'દેશ કે હૈં તીન ધરોહર- અટલ-અડવાણી-મુરલી મનોહર.' આ તે સમય હતો જ્યારે ઉત્તરપ્રદેશના કાર્યકર્તાઓ માટે નરેન્દ્ર મોદીનું નામ અજાણ્યું હતું.
તે સમયે મુરલી મનોહર જોશીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ભીડમાં ધક્કામુક્કી વચ્ચે અયોધ્યાના એક પત્રકારે જોશીની તસવીરો લેવાનું વિચાર્યું, પરંતુ આ તસવીરમાં નરેન્દ્ર મોદી પણ આવી ગયા. મોદીને ખબર હતી કે રામભક્તોનો સંઘર્ષ શું છે અને અયોધ્યાની પીડા શું છે?
રામલલાને ટેન્ટમાં જોઈ ભાવુક થઈ ગયા હતા મોદી
તે સમયે રામલલાને ટેન્ટમાં જોઈ મોદી ભાવુક થઈ ગયા અને રામલલા તરફ જોઈ કંઈક વિચારી રહ્યાં હતા? ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીએ તેમને પૂછ્યું કે તમે શું વિચારી રહ્યાં છો તો પીએમ મોદીએ તેમને કંઈ ન જણાવ્યું. ત્યારબાદ તેમણે મોદીને પૂછ્યું કે તમે હવે ક્યારે આવશો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું હવે ત્યારે આવીશ, જ્યારે અહીં રામ મંદિરનું નિર્માણ થઈ જશે.
મહેન્દ્ર ત્રિપાઠી કોણ છે?
મહેન્દ્ર ત્રિપાઠી એક ફોટો જર્નાલિસ્ટ છે અને તેમની પાસે તે સમયના રામ મંદિરની ઘણી તસવીરો હતી. રામમંદિર આંદોલનમાં ગોળીબારની ઘટનાની સાક્ષી હોય કે પછી બાબરી ધ્વંસને લગતા રહસ્યો.મહેન્દ્ર ત્રિપાઠી 90ના દાયકાથી ફૈઝાબાદથી અયોધ્યા સુધીની યાત્રાની દરેક મોટી ઘટનાના સાક્ષી રહ્યા છે.મહેન્દ્ર ત્રિપાઠી એ વ્યક્તિ છે જે જે વ્યક્તિ પીએમ મોદીના રામ સંકલ્પના સાક્ષી છે
દરેક ક્ષણે નિભાવી હતી રામ પ્રતિજ્ઞા
એકતા યાત્રાના સંયોજકથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને પછી ભારતના પ્રધાનમંત્રી બનવા સુધી પ્રધાનમંત્રીએ 22 વર્ષની સફર કાપી, આ દરમિયાન મહેન્દ્ર ત્રિપાઠીની સામે લેવામાં આવેલી પ્રતિજ્ઞા દરેક સમયે નિભાવી હતી. આ દરમિયાન પીએમ મોદી ઘણીવાર અયોધ્યા પહોંચ્યા અને રામ મંદિરની નજીક પણ ગયા, પરંતુ રામલલાના દર્શન ન કર્યાં.
2019 સુધી અયોધ્યાથી દૂર રહ્યાં પીએમ મોદી
5 મે 2014ના જ્યારે અયોધ્યા જિલ્લાના રાજકીય ઈન્ટર કોલેજ મેદાનમાં મોદીની રેલી થઈ, ત્યારે પણ તેઓ રામ જન્મભૂમિ ન ગયા. ત્યારબાદ 16 ફેબ્રુઆરી 2017ના ફરી પીએમ મોદીએ અયોધ્યા નજીક બારાબંકી જિલ્લામાં રેલી કરી, પરંતુ અયોધ્યા ન ગયા. ત્યારબાદ તેમણે 1 મે 2019ના અયોધ્યા જિલ્લાના રામપુર માયામાં રેલી કરી, પરંતુ આ વખતે પણ અયોધ્યાથી દૂર રહ્યાં હતા.
2019ની ચૂંટણીઓ પૂરી થયા પછી, નરેન્દ્ર મોદી સતત બીજી વખત પ્રધાનમંત્રી બન્યા તેના થોડા મહિના પછી, રામ મંદિર પર નિર્ણય 9 નવેમ્બર 2019 ના રોજ આવ્યો. સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો અને રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો. જે બાદ પીએમ મોદીએ દેશની સંસદમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને પોતે જાહેરાત કરી હતી કે સરકારે રામ મંદિર બનાવવા માટે વધુ એક પગલું ભર્યું છે.
2020માં કર્યા રામલલાના દર્શન
ત્યારબાદ રામ મંદિરના નિર્માણ માટે જ્યારે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું તો રામ જન્મભૂમિ પર વિશાળ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો અને પીએમ મોદીની પ્રતિજ્ઞા પૂરી થવા તરફ આગળ વધી. 6 મહિના બાદ પીએમ મોદી ફરી અયોધ્યા પહોંચ્યા અને 5 ઓગસ્ટ 2020ના તેમણે 29 વર્ષ બાદ પ્રથમવાર રામલલાના દર્શન કર્યાં હતા.
આ દરમિયાન પીએમ મોદીએ મંદિરનો શિલાનન્યાસ કર્યો અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ રામ મંદિરની આધારશિલા રાખી હતી. મંદિર નિર્માણને લઈને પીએમ મોદી કેટલા ઉત્સુક હતા તેનો અંદાજ તે વાતથી લગાવવામાં આવ્યો કે શિલાન્યાસ કર્યા બાદ તેમણે મંદિર કેમ્પસમાં દરેક વસ્તુની જાણકારી લીધી હતી.
આજે જ્યારે નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામનગરીને વિકાસની મોટી ભેટ આપી રહ્યા હતા અને રામ ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે પણ તેમણે તેમના રામ સંકલ્પ પર એક શબ્દ પણ ન બોલ્યો, કારણ કે તે ભક્ત અને ભગવાન વચ્ચેનો ગુપ્ત સંવાદ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે