અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો ઉલ્લેખ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 23માં દિવસની સુનાવણી ચાલી રહી છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દલીલ કરી રહેલા વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ ઝિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો કે જેમાં કહેવાયું હતું કે 1934ના સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પીડબલ્યુડીએ તેની મરમ્મત કરાવી હતી. 
અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો ઉલ્લેખ

નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 23માં દિવસની સુનાવણી ચાલી રહી છે. સુન્ની વક્ફ બોર્ડ તરફથી દલીલ કરી રહેલા વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ ઝિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો કે જેમાં કહેવાયું હતું કે 1934ના સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને પીડબલ્યુડીએ તેની મરમ્મત કરાવી હતી. 

જિલાનીએ કહ્યું કે 1885માં નિર્મોહી અખાડાએ દાખલ કરેલી અરજીમાં વિવાદિત જમીનની પશ્ચિમી ભાગે મસ્જિદ હોવાની વાત કરી હતી. આ ભાગ વિવાદિત જમીનની અંદરનું આંગણું છે. જિલાનીએ કહ્યું કે નિર્મોહી અખાડાએ 1942માં પોતાના કેસમાં પણ મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે ત્રણ ગુંબજવાળા માળખાનો મસ્જિદ તરીકે સ્વીકાર કર્યો હતો. 

જિલાનીના દાવા
જિલાનીએ મોહમ્મદ હાશિમના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે હાશિમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે 22 ડિસેમ્બર 1949ના રોજ બાબરી મસ્જિદમાં નમાજ પઢી હતી. ઝફરયાબ જિલાનીએ હાજી મહેબૂબના નિવેદનને ટાંકતા કહ્યું કે 22 નવેમ્બર 1949ના રોજ હાજીએ બાબરી મસ્જિદમાં નમાજ પઢી હતી. તેમણે એક સાક્ષી અંગે ગણાવતા કહ્યું કે 1954માં બાબરી મસ્જિદમાં નમાજ પઢવાની કોશિશ કરવા બદલ તે વ્યક્તિને જેલની સજા થઈ હતી. 

જુઓ LIVE TV

1934 બાદ નમાજ પઢાઈ કે નહીં?
મુસ્લિમ પક્ષકારે બાબરી મસ્જિદમાં 1945-46માં તરાવીહની નમાજ પઢાવનારા હાફિઝના નિવેદનનો ઉલ્લેખ કર્યો. જિલાનીએ એક નિવેદનને વાંચી સંભળાવતા કહ્યું કે તેમણે 1939માં મગરિબની નમાજ બાબરી મસ્જિદમાં પઢી હતી. ઝફરયાબ મુસ્લિમ પક્ષના નિવેદનો પર એ સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે 1934 બાદ પણ વિવાદિત સ્થળ પર નમાજ પઢાઈ. આ બાજુ હિન્દુ પક્ષકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરાઈ હતી કે 1934 બાદ વિવાદિત સ્થળ પર નમાજ પઢાઈ નથી. 

હકીકતમાં ગુરુવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફરીથી દોહરાવ્યું હતું કે સુન્ની વક્ફ બોર્ડ પાસે જમીનનો માલિકી હક હતો અને તેને જબરદસ્તીથી ત્યાંથી બહાર કરવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news