અયોધ્યા કેસ LIVE: 'થાંભલામાં શ્રીરામ, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર દેખાય છે'

16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. સાતમા દિવસે રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ એસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં.

અયોધ્યા કેસ LIVE: 'થાંભલામાં શ્રીરામ, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર દેખાય છે'

નવી દિલ્હી: 16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. સાતમા દિવસે રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ એસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કહ્યું કે ખોદકામ દરમિયાન મળેલા થાંભલાઓમાં શ્રીકૃષ્ણ, શિવ તાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીર જોવા મળે છે. સી એસ વૈદ્યનાથને કહ્યું કે પાક્કા બાંધકામમાં જ્યાં ત્રણ ગુંબજ બનાવવામાં આવ્યાં હતાં ત્યાં બાળ સ્વરૂપમાં રામની મૂર્તિ હતી. સીએસ વૈદ્યનાથને કહ્યું કે જ્યા સુધી સંપત્તિ તમારી ન હોય ત્યાં સુધી ફક્ત નમાજ અદા કરવાથી તે જગ્યા તેમની થઈ શકે નહીં. 

વૈદ્યનાથને કહ્યું કે મુસલમાનોના ગલીમાં નમાજ પઢવાથી એ ન સમજવું જોઈએ કે તેમનો માલિકી હકનો દાવો બને છે. વિવાદીત મજીન પર મુસ્લિમોએ એક સમયે નમાજ પઢી હોય તેના કારણે તે જમીન પર તેમનો કબ્જો થઈ શકે નહીં. જો ગલીમાં નમાજ પઢાતી હોય તો તેનો અર્થ એ નથી કે નમાજ પઢનારાનો ગલી પર કબ્જો થઈ ગયો. 

સી એસ વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદમાં માનવીય કે જીવ જંતુઓની મૂર્તિઓ હોઈ શકે નહીં. મસ્જિદો સામૂહિક સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થના માટે હોય છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને આ અંગે આપત્તિ જતાવતા કહ્યું કે ગમે ત્યાં નમાજ અદા કરવાની વાત ખોટી છે. તે ઈસ્લામની યોગ્ય વ્યાખ્યા નથી. 

જુઓ LIVE TV

સીએસ વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદોમાં દેવતાઓની તસવીરોવાળા થાંભલા હોતા નથી. થાંભલા  અને છતો પર બનેલી મૂર્તિઓ, તસવીરો મંદિરમાં જ હોય છે અને હિન્દુ પરંપરા પણ આ જ છે. સી એસ વૈદ્યનાથને કહ્યું કે કમિશનરના રિપોર્ટમાં પથ્થરના સ્તંભો પર રામ જન્મભૂમિ યાત્રા લખેલી છે. જસ્ટિસ ભૂષણે કહ્યું કે 1950માં લેવાયેલી તસવીર 1990ની તસવીરો કરતા વધુ ભરોસા પાત્ર છે. જસ્ટિસ બોબડેએ પૂછ્યું કે મૂર્તિઓનું કાર્બન ડેટિંગ યું છે? મુસ્લિમ પક્ષે કહ્યું કે ઈટોનું કાર્બન ડેટિંગ થઈ શકે નહીં. કારણ કે કાર્બન ડેટિંગ ત્યારે જ શક્ય બને જ્યારે તેમાં કાર્બન હોય. રામલાલના સીએસ વૈદ્યનાથને કહ્યું કે દેવતાની કાર્બન ડેટિંગ થઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news