દિલ્હી સચિવાલયમાં સીએમ કેજરીવાલ પર હુમલો, કોઇએ ફેંક્યો લાલ મરચાં પાવડર

કેજરીવાલ પર લાલ મરચાનો પાઉડર ફેંકાવાના ઘટના બાદ સુરક્ષા અધિકારીઓ હચમચી ગયા છે, ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ આરોપીને પકડી લઈને તેની પુછપરછ શરૂ કરી છે 

દિલ્હી સચિવાલયમાં સીએમ કેજરીવાલ પર હુમલો, કોઇએ ફેંક્યો લાલ મરચાં પાવડર

નવી દિલ્હીઃ લાફાકાંડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મંગળવારે દિલ્હી સચિવાલયમાં કેજરીવાલ પર કોઈ વ્યક્તિએ લાલ મરચાનો પાઉડર ફેંક્યો છે. અચાનક થયેલી આ ઘટનાથી કેજરીવાલ ચોંકી ગયા હતા જ્યારે સુરક્ષા અધિકારીઓ હચમચી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ આરોપીને પકડી લઈને તેની પુછપરછ શરૂ કરી છે. 

પોલીસ સાથે મારામારી


પ્રાથમિક માહિતી અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાલ મરચાનો પાઉડર નાખનારા વ્યક્તિનું નામ અનિલ શર્મા છે. તે દિલ્હીના નારાયણા વિસ્તારનો રહેવાસી છે. સચિવાલયના અંદર કેજરીવાલ પર લાલ મરચું ફેંકવા દરમિયાન અનિલ અને પોલીસ વચ્ચે મારામારી પણ થઈ હતી. અત્યારે પોલીસે તેને એટકમાં લઈને વધુ પુછપરછ શરૂ કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલ પર અગાઉ પણ એક વ્યક્તિએ લાફા વડે હુમલો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news