અટલ બિહારી વાજપેયી જે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા તે શું છે ?
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પરિસ્થિતી હાલ ખુબ જ નાજુક છે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર પરખાયા છે પરંતુ શું છે આ લાઇફ સપોર્ટ સિસ્ટમ ?
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજુક છે. એઇમ્સે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા છે. ગત્ત 24 કલાકમાં અટલ બિહારી વાજપેયીની પરિસ્થિતી વધારે ગંભીર થઇ છે. એમ્સનાં અનુસાર અટલ બિહારી વાજપેયી 11 જુનનાં રોજ કિડની, નળીમાં ઇન્ફેક્શન, પેશાબની નળી અને છાતીમાં ખેંચાણનાં કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની નાજુક પરિસ્થિતી જોતા ડોક્ટર્સે તેમનાં તમામ અંગો પર સતત નજર રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છ કે 93 વર્ષીય વાજપેયી ડાયાબિટીસથી પણ પીડિત હતા અને તેમની માત્ર એક જ કિડની કામ કરી રહી છે. આ ઉપરાંત તેમનાં શરીરમાં ઘણા પ્રકારાં ઇન્ફેક્શનનાં કારણે તેમની સ્થિતી નાજુક છે. જો કે શું તમે જાણો છો કે જે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર વાજપેયીને રાખવામાં આવ્યા છે તે સિસ્ટમ છે શું ?
શું છે લાઇફ સપોર્ટ સિસ્ટમ ?
લાઇફ સપોર્ટ સિસ્ટમ, શરીરના અંગોને કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવતી એક પ્રણાલી છે. શરીરના અંગોને જ્યારે જરૂર પડે છે, તેમને આ સિસ્ટમ દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. આ સિસ્ટમની મદદથી અંગની પાસે રિકવર થઇને સામાન્ય રીતે કામ કરવાની ક્ષમતા હોય છે. સાથે જ દર્દીને જીવીત રાખવાની સાથે તેને રિકવર કરવામાં મદદ કરે છે. જો કે જરૂર નથી કે દરેક મુદ્દે તે સફળ સાબિત હોય. કેટલાક કિસ્સાઓમાં શરીરનાં અંગો રિકવર નથી પણ થઇ શકતા.
ક્યારે લાઇફ સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે?
લાઇફ સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત ત્યારે હોય છે, જ્યારે દર્દીને શ્વાસ લેવાની નળી, હૃદય, કિડની અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સિસ્ટમ ફેલ થઇ જાય છે. ઘણી વાર મગજ અને નર્વસ સિસ્ટમ પણ ફેલ થઇ શકે છે. ખાસ વાત એ છે કે લાઇફ સપોર્ટ સિસ્ટમ દ્વારા શરીરના બાકી અંગ જો કામ કરે છે તો નર્વસ સિસ્ટમ પોતાની રીતે કામ કરવા લાગે છે. તે ઉપરાંત હૃદય જ્યારે કામ કરવાનું બંધ કરી દે તો તેને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સીપીઆર દ્વારા એવું કરવામાં આવે છે. સીપીઆરથી શરીરમાં લોહી અને ઓક્સિજનને ભરપુર પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે, જેના કારણે તેમનુ સર્કુલેશન સારુ થઇ શકે છે. લોહીના ધબકારા અટકવા અંગે ઇલેક્ટ્રિક પંપથી શોક આપવામાં આવે છે, જેના કારણે ધબકારા નિયમિત થઇ શકે.
કઇ રીતે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાય છે ?
સૌથી પહેલા દર્દીને વેન્ટીલટર પર રાખીને ઓક્સીજન આપવામાં આવે છે. તેનાથી હવાનું દબાણ બનાવતા ફેફસા સુધી પહોંચે છે. ખાસ કરીને ન્યુમોનિયા અને ફેફસા ફેલ થઇ જવાની સ્થિતીમાં આવું કરવામાં આવે છે. લાઇફ સપોર્ટમાં એક ટ્યુબને દર્દીનાં નાક દ્વારા શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. ટ્યુબનો બીજો હિસ્સો ઇલેક્ટ્રીક પંપ સાથે જોડવામાં આવે છે.
ક્યારે હટાવવામાં આવે છે લાઇફ સપોર્ટ સિસ્ટમ?
બે સ્થિતીમાં દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવવામાં આવે છે. જો શરીરના અંગ આશા અનુસાર સુધરવા લાગે અને પહેલાની જેમ કામ કરવા લાગે તો પણ હટાવી શકાય છે. પરંતુ જો એક નિશ્ચિત સમય સુધી અંગમાં કોઇ રિકવરી ન આવે અને તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ ન કરે તો પણ તેને હટાવવામાં આવે છે. જો કે તેના માટે તેનાં પરિવારનાં લોકોની સહમતી જરૂરી છે. જો કે લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવ્યા બાદ પણ ડોક્ટર્સ સારવાર ચાલુ રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે