ઘરની દિવાલ પર લટકાવેલી ઘડિયાળ વારંવાર થાય છે બંધ? તો જીવનમાં કંઈ ખરાબ થવોનો છે સંકેત
Running Clock Stops: જીવનમાં ઘણી વખત વાસ્તુ દોષના કારણે આપણા જીવન પર ખરાબ અસરો પડે છે. આ ખરાબ અસરો તમારા અને તમારા પરિવાર પર દેખાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.
Trending Photos
Running Clock Stops: જો એક બે વખત ચાલતી ઘડિયાળ બંધ પડી જાય તો તે સામાન્ય વાત છે પરંતુ જો સતત ચાલતી ઘડિયાળ બંધ થઈ જાય તો સમજી લેવું કે તમારો બુધ ખરાબ ચાલી રહ્યો છે જેથી સારા થતા કામ પણ બગડી શકે છે.
જીવનમાં ઘણી વખત વાસ્તુ દોષના કારણે આપણા જીવન પર ખરાબ અસરો પડે છે. આ ખરાબ અસરો તમારા અને તમારા પરિવાર પર દેખાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
જીવનમાં ખરાબ સમય આવવાની આ નિશાની છે
ચાલતી વખતે જો ઘડિયાળ બંધ થઈ જાય તો સમજવું કે આ તમારા જીવનમાં ખરાબ સમય આવવાની નિશાની છે. તમારો બુધ ખરાબ ચાલી રહ્યો છે. આ માટે તમારે બુધવારે શ્વેતાંબર ગણપતિની પૂજા કરવી જોઈએ. સફેદ વસ્ત્રો પહેરો અને પક્ષીઓને લીલા મગ ખવડાવો.
કાયદાકીય પ્રક્રિયાથી બચવા કરો આ ઉપાયો
જો તમે વારંવાર કાયદાકીય દાવપેચમાં ફસાતા હોવ તો આ સરળ ઉપાયથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો શનિવારના દિવસે ક્યાંય પાળેલું કૂતરું દેખાય તો તેને દૂધ આપો અને પીરોજ રત્નને ચાંદીમાં ધારણ કરો. બુધવારે સવારે સૂર્યોદય સમયે બ્રાહ્મણ પાસે તેની વિધિ કરાવો. આ રત્ન તમને કાયદાકીય બાબતોમાં રાહત આપશે.
ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા આટલું કરો
જો ઘરની નકારાત્મકતા દૂર ન થઈ રહી હોય તો સૌથી પહેલાં તમારે તમારા પૂજા ઘરને શુદ્ધ કરવું જોઈએ. જો પૂજા ઘર શુદ્ધ ન હોય તો પૂજા સફળ થતી નથી. તે ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થશે નહીં. સનાતન પ્રણાલીમાં પૂજા માટે શરીર, મન અને સ્થળની શુદ્ધતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વીડિયો જુઓ:-
આજે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ, તેના માટે એક માટીનો પ્યાલો, ધૂપ દાનીમાં બે કપૂર રાખી તેમા હવનની સામગ્રી નાખો અને ધૂમાડો થવા દો ત્યાંર બાદ તેમાં થોડા ચંદનના લાકાડા નાંખો છેથી ત્યાં પવિત્રતા આવે... આટલું કર્યા બાદ ત્યાં જે પણ પૂજા વિધિ કરવામાં આવશે ત્યાં હકારાત્મક્તા આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે