આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત

: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી બહાર પાડી દેવામાં આવી છે.

આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત

નવી દિલ્હી/ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી બહાર પાડી દેવામાં આવી છે. NRCના સ્ટેટ કોઓર્ડિનેટર પ્રતિક હઝેલાએ જાણકારી આપી છે કે NRCની સૂચિમાં 3.11 કરોડ (3,11,21,004) લોકોને સામેલ કરાયા છે. જ્યારે સૂચિમાંથી 19 લાખ (19,06,657) લોકોને બહાર રખાયા છે. તેમના જણાવ્યાં મુજબ આ લોકોએ પોતાના ક્લેમ આપ્યા નહતાં. આ લોકો હવે નિર્ધારીત સમય મર્યાદામાં ફોરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધીમાં NRCની છેલ્લી સૂચિ બહાર પાડવાની સમય મર્યાદા નક્કી કરી હતી. NRC લિસ્ટ બનાવવાની પ્રક્રિયા 4 વર્ષ અગાઉ શરૂ થઈ હતી અને સરકારે નિર્ધારીત સમયની અંદર આ સૂચિ બહાર પાડી દીધી છે. 

— ANI (@ANI) August 31, 2019

ફાઈનલ યાદી  http://www.nrcassam.nic.in વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે આ પ્રકાશનથી ભારતીય નાગરિકોની ઓળખ સાથે જ બાંગ્લાદેશના ગેરકાયદેસર પ્રવાસીઓની પણ ઓળખ થશે. આ અગાઉ જ્યારે NRC ડ્રાફ્ટ પ્રકાશિત થયો હતો ત્યારે 40.7 લાખ લોકોને તેમાંથી બહાર રાખવામાં આવ્યાં હતાં. જેના પર દેશભરમાં ખુબ વિવાદ થયો હતો. રાજકીય પક્ષો દ્વારા ખોી રીતે લોકોને NRCમાં સામેલ કરવા અને કાઢવાના આરોપ લાગ્યા હતાં. આ આરોપો બાદ હવે આજે આ યાદી જાહેર કરી દેવામાં આવી છે. 

આ યાદી જાહેર થવાની હતી એટલે આસામમાં સુરક્ષા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યમાં અનેક સંવેદનશીલ જગ્યાઓ પર કલમ 144 લાગુ કરાઈ છે. 

જુઓ LIVE TV

આસામમાં 3 કરોડ 29 લાખ લોકોએ NRCમાં નામ સામેલ કરવા માટે અરજી આપી હતી. પરંતુ ગત વર્ષે બહાર પડેલા ડ્રાફ્ટમાં તેમાંથી ફક્ત 2 કરોડ 90 લાખ લોકોના નામ જ સામેલ થયા હતાં. કારણ કે બાકીના 40 લાખ લોકો પોતાની નાગરિકતા સાબિત થાય તેવા દસ્તાવેજ આપી શક્યા નહતાં. 

આ બાજુ કેન્દ્ર સરકારે આસામના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જેમનું નામ લિસ્ટમાં નથી, તેમની અટકાયત થશે નહીં. તેમને તેમની નાગરિકતા સાબિત કરવા માટે દરેક શક્ય તક અપાશે. જેમનું નામ લિસ્ટમાં ન હોય તે લોકો ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સરકારે અપીલ કરવા માટેની સમય મર્યાદા પણ 60 દિવસથી વધારીને 120 દિવસ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news