જો તાજમહેલ ન હોત તો પેટ્રોલ ₹40 પ્રતિ લિટર વેચાતું હોત! ઓવૈસીએ કેમ આપ્યું આ નિવેદન

હૈદરાબાદના સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પેટ્રોલના વધતા જતા ભાવ પાછળ તાજમહેલને જવાબદાર ગણાવ્યો છે. ભાજપ અને કેન્દ્ર સરકાર પર હંમેશા હુમલા કરનાર ઓવૈસીએ ટોણો મારતાં કહ્યું કે તાજમહલ ન હોત તો આજે પેટ્રોલની કિંમત આટલી ન હોત.

જો તાજમહેલ ન હોત તો પેટ્રોલ ₹40 પ્રતિ લિટર વેચાતું હોત! ઓવૈસીએ કેમ આપ્યું આ નિવેદન

Petrol Diesel Price: હૈદરાબાદના સાંસદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પેટ્રોલના વધતા જતા ભાવ પાછળ તાજમહેલને જવાબદાર ગણાવ્યો છે. ભાજપ અને કેન્દ્ર સરકાર પર હંમેશા હુમલા કરનાર ઓવૈસીએ ટોણો મારતાં કહ્યું કે તાજમહલ ન હોત તો આજે પેટ્રોલની કિંમત આટલી ન હોત. ઓવૈસીએ કહ્યું કે શાહજહાંએ તાજમહેલ ન બનાવ્યો હોત તો આજે પેટ્રોલની કિંમત ₹40 પ્રતિ લીટર હોત. 

તાજમહેલના કારણે પેટ્રોલ મોંઘુ?
ઓવૈસીએ સત્ત્તારૂઢ દળ પર દેશની તમામ સમસ્યા માટે મુઘલો અને મુસલમાનોને જવાબદાર ગણાવવાનો આરોપ લગાવતાં કહ્યું કે 'દેશમાં યુવાનો બેરોજગાર છે, મોંઘવારી વધી રહી છે. ડીઝલ ₹102 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. હકિકતમાં આ બધા માટે ઔરંગજેબ જવાબદાર છે (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી) નહી. બેરોજગારી માટે સમ્રાટ અકબર જવાબદાર છે. પેટ્રોલ ₹104-₹115 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. તેની પાછળ જેને તાજમહેલ બનાવ્યો તે જવાબદાર છે. 

...તો આજે પેટ્રોલ 40 રૂપિયામાં વેચાતું
તેમણે કહ્યું 'જો તેમણે (શાહજહાં) તાજમહેલ બનાવ્યો ન હોત, તો આજે પેટ્રોલ 40 રૂપિયામાં વેચાતું. પ્રધાનમંત્રી જી, હું સ્વિકારું છું કે તેમણે (શાહજહાંએ) તાજમહેલ અને લાલ કિલ્લો બનાવીને ભૂલ કરી હતી. તેમને તે પૈસાને બચાવી સોંપી દેવા જોઇતા હતા. 2014 માં આ મોદીજીને સોંપી દેવા જોઇતા હતા. દરેક મુદ્દે તે કહે છે કે મુસલમાન જવાબદાર છે, મુઘલ જવાબદાર છે.' 

શું ફક્ત મુઘલો એ ભારત પર શાસન કર્યું? 
ઓવૈસીએ પૂછ્યું 'શું ફક્ત મુઘલોએ ભારત પર શાસન કર્યું? અશોકે નહી? ચંદ્રગુપ્ત મૌર્યએ નહી? પરંતુ ભાજપ મુઘલોને જોઇ શકે ચે. તે એક આંખથી મુઘલોને જુએ છે. બીજી તરફ પાકિસ્તાન. ઓવૈસીએ કહ્યું કે ભારતના મુસલમાનોનું મુઘલો અને પાકિસ્તાન સાથે કોઇ લેવા દેવા નથી. અમે (મોહમંદ અલી) જિન્નાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવીશું. આ દેશના 20 કરોડૅ મુસલમાનો આ વાતના સાક્ષી છે કે તેમના પૂર્વજોએ જિન્નાના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભારતમાં જ રહ્યા. 

'અમે અહીં રહીશું અને અહીં મરીશું'
ઓવૈસીએ કહ્યું કે ભારત અમારો વ્હાલો દેશ છે. અમે ભારત છોડીશું નહી. ભલે તમે ગમે તેટલા નારા લગાવી લો, અમને જવાનું કહો. અમે અહીં જ રહીશું અને અહીં જ મરીશું.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news