Mohan Bhagwat ના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- Hindutva ની દેણ છે આ નફરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત તરફથી મોબ લિંચિંગ(Mob Lynching) પર અપાયેલા નિવેદન બાદ AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ નિશાન સાધ્યુ છે.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત તરફથી મોબ લિંચિંગ(Mob Lynching) પર અપાયેલા નિવેદન બાદ AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લિંચિંગનો ભોગ દર વખતે મુસલમાન જ બને છે અને આ નફરત હિન્દુત્વની દેણ છે જેને સરકારનું સમર્થન હાંસલ છે.
ઓવૈસીએ સરકાર પર સાંધ્યુ નિશાન
અસદુદ્દીન ઓવૈસીએ આજે એક ટ્વીટ કરીને સંઘ પ્રમુખના નિવેદન પર પોતાની પ્રક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે અખલાક(Akhlaq) અને આસિફનો મુદ્દો ઉઠાવતા ભાજપ ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લિંચિંગમાં સામેલ આરોપીઓને સરકાર સહારો આપવાનું કામ કરે છે.
ઓવૈસીએ મુસ્લિમોના લિંચિંગનો આરોપ લગાવતા કહ્યું કે 'કાયરતા, હિંસા અને કત્લ કરવું એ ગોડસેની હિન્દુત્વાવાળી સોચનો અતૂટ ભાગ છે. મુસલમાનોનું લિંચિંગ પણ આ સોચનું પરિણામ છે.' તેમણે કહ્યું કે 'કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના હત્યારાઓની ગુલપોશી થાય છે, અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લગાવવામાં આવે છે, આસિફને મારનારાઓના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે. જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે હત્યા પણ કરી શકીએ નહીં?'
RSS के भागवत ने कहा "लिंचिंग करने वाले हिंदुत्व विरोधी"।इन अपराधियों को गाय और भैंस में फ़र्क़ नहीं पता होगा लेकिन क़त्ल करने के लिए जुनैद, अखलाक़, पहलू, रकबर, अलीमुद्दीन के नाम ही काफी थे।ये नफ़रत हिंदुत्व की देन है, इन मुजरिमों को हिंदुत्ववादी सरकार की पुश्त पनाही हासिल है। 1/3
— Asaduddin Owaisi (@asadowaisi) July 5, 2021
શું છે ભાગવતનું નિવેદન?
સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમને સંબોધિત કરતા રવિવારે લિંચિંગની ઘટનાઓમાં સામેલ લોકો પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આવા લોકો હિન્દુત્વ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે એક્તા વગર દેશનો વિકાસ શક્ય નથી અને આ એક્તાના આધારે રાષ્ટ્રવાદ હોવો જોઈએ.
ભાગવતે આ ઉપરાંત મુસ્લિમોને ડરની ભાવના દૂર કરવાની અપીલ પણ કરી. તેમણે કહ્યું કે ભારતીયોના ડીએનએ એક છે અને મુસલમાનોએ ડરના એવા ચક્રમાં ફસાવવું જોઈએ નહીં કે ભારતમાં ઈસ્લામ જોખમમાં છે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો મુસલમાનોને દેશ છોડવાનું કહે છે તેઓ પોતાને હિન્દુ કહી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે