આર્યન ખાન કેસના સાક્ષીએ ધરપકડ પહેલા Video બહાર પાડ્યો, લગાવ્યા આ આરોપ
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ 2018ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે. પરંતુ ધરપકડ થઈ તે પહેલા કિરણ ગોસાવીએ એક વીડિયો બહાર પાડ્યો હતો
Trending Photos
પુના: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ 2018ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે. પરંતુ ધરપકડ થઈ તે પહેલા કિરણ ગોસાવીએ એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં તે પોતાનું સ્પષ્ટીકરણ આપી રહેલો જોવા મળે છે અને પ્રભાકર સાઈલની તપાસ કરાવવાની માંગણી કરી રહ્યો છે.
કિરણ ગોસાવીએ વીડિયોમાં શું કહ્યું?
વીડિયોમાં કિરણ ગોસાવીએ કહ્યું, નમસ્કાર હું કિરણ ગોસાવી, હું પ્રભાકર સાઈલ વિષયમાં વાત કરવા માંગુ છું. પ્રભાકર સાઈલ જે કહી રહ્યો છે કે તેને અહીં ઊભો રાખવામાં આવ્યો હતો, ત્યાં ઊભો રાખવામાં આવ્યો. આટલા પૈસા અપાયા હતા. સેમ ડિસૂઝા અંગે કહી રહ્યો છે. સેમ ડિસૂઝા સાથે કોની વાત થઈ રહી હતી? કેટલા પૈસા સેમ ડિસૂઝા પાસેથી લેવાયા? પ્રભાકર સાઈલને શું ઓફર મળી હતી? આ બધુ તમને પ્રભાકર સાઈલના 5 દિવસના મોબાઈલ રેકોર્ડથી મળી જશે. હું મીડિયાને અપીલ કરુ છું કે પ્રભાકર સાઈલ અને તેના બે ભાઈઓના સીડીઆર રિપોર્ટ, ચેટ્સ અને મારા ચેટ્સ કઢાવો. બંને વચ્ચેનું કન્વર્ઝેશન કઢાવો.
आर्यन खान केस में गवाह किरण गोसावी गिरफ्तार | #BreakingNews #KiranGosavi #AryanKhan #MumbaiDrugsCase pic.twitter.com/uHuhSAqxrT
— Zee News (@ZeeNews) October 28, 2021
કિરણ ગોસાવીએ કરી આ અપીલ
કિરણ ગોસાવીએ વધુમાં કહ્યું કે મારી પ્રભાકર સાઈલ સાથેની ચેટ્સ કઢાવો. જેમાં હું તેને કહી રહ્યો છું કે આટલા પૈસા લઈને આવ. મારો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો છે. જેમાં અનેક લોકો પાસે પૈસા પેન્ડિંગ છે. તેમને લઈને પહેલા ચેટ થઈ છે. 2 તારીખ બાદ પ્રભાકર સાઈલના ફોન પર કોની કોની સાથે વાત થઈ, કન્વર્ઝેશન ડિલીટ કરાયા તે બધુ કઢાવો. મારી એટલી વિનંતી છે અને હવે જ્યારે મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તો આ પ્રભાકર સાઈલ વિશે પૂરી જાણકારી કઢાવો. કયા મંત્રી તેની પાછળ છે તે જાણકારી પોલીસ કઢાવે બસ એટલી મારી માંગણી છે.
બધી સચ્ચાઈ સામે આવી જશે- કિરણ ગોસાવી
એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીએ કહ્યું કે એક મરાઠી માનુસ હોવાના નાતે હું બસ એટલું કહેવા માંગુ છું કે મારી પાછળ કોઈ મંત્રી, કોઈ નેતા ભલે તે વિપક્ષનો હોય, ભલે સરકારમાં હોય તે મને સપોર્ટ કરે અને મારી આ વાતને લઈને પોલીસ પાસે એ વાતની તપાસ કરાવે. સત્ય સામે આવી જશે. આ પ્રભાકર સાઈલનો ફોન રેકોર્ડ તપાસ કરાવો બધુ સાચું બહાર આવી જશે. તેના અને તેના ભાઈઓના ફોન રેકોર્ડ તપાસ કરાવો બધુ બહાર આવી જશે. આ લોકોએ પૈસા ખાધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે