કેજરીવાલે દિલ્હીવાળાઓને આપી ગેરન્ટી, આગામી 5 વર્ષોમાં 24 કલાક મળશે શુદ્ધ પાણી
દિલ્હી વિધાનસભા ચુંટણી માટે સીએમ અરવિંદ કેજરીવાલે આજે પોતાના ગેરેન્ટી કાર્ડ દિલ્હીવાળા વચ્ચે રજૂ કર્યું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જન્મેલા બાળકોના શિક્ષણની જવાબદારી અમારી છે. દિલ્હીના દરેક પરિવારને સારામાં સારી મફત સારવારની ગેરેન્ટી અમારી છે. દિલ્હીમાં વિજળીના તારની જાળ છે અને તેને અંડરગ્રાઉન્ડ કરી દઇશું.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી માટે સીએમ અરવિંદ કેજરીવાલે આજે પોતાના ગેરેન્ટી કાર્ડ દિલ્હીવાળા વચ્ચે રજૂ કર્યું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જન્મેલા બાળકોના શિક્ષણની જવાબદારી અમારી છે. દિલ્હીના દરેક પરિવારને સારામાં સારી મફત સારવારની ગેરેન્ટી અમારી છે. દિલ્હીમાં વિજળીના તારની જાળ છે અને તેને અંડરગ્રાઉન્ડ કરી દઇશું. તેમણે કહ્યું કે દિલ્હીમાં બધાને 24 કલાક વિજળી મળશે અને 200 યૂનિટ મફત વિજળીની યોજના રહેશે. આ સાથે જ વિજતારના જાળનો અંત થશે અને દરેક ઘર સુધી અંડર ગ્રાઉન્ડ કેબલથી વિજળી પહોંચશે.
સીએમએ કહ્યું કે દિલ્હીના લોકોને મફત શુદ્ધ પાણીની વ્યવસ્થાની ગેરેન્ટી અમે આપીએ છીએ. તેમણે એ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દિલ્હીમં 24 જગ્યાએ 24 કલાક પાણી આપવાની અમારી ગેરેન્ટી છે. આ સાથે જ 20 હજાર લીટર મફત પાણીની યોજના પણ ચાલુ રહેશે.
આપના નેતાએ કહ્યું કે 'સૌથી સારી ટ્રાંસપોર્ટ સેવા આપવાની ગેરેન્ટી આપીએ છીએ. 11 હજારથી વધુ બસો રસ્તા પર દોડશે. 500 કિમીથી વધુ મેટ્રોનું નેટવર્ક બનાવીશું. પરિવહનને સુરક્ષિત કરવાની ગેરેન્ટી અમારી છે. મહિલાઓ દિલ્હીમાં ઘર સુધી પહોંચી શકે તે માટે પરિવહનની આવી વ્યવસ્થા કરવાની ગેરેન્ટી અમારી છે. મહિલાઓને મફત બસ સેવા ચાલુ રહેશે. સરકાર બન્યા બાદ સિસ્ટમ લાગૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓને મફત મુસાફરી આપી શકાશે. ત્યારબાદ પ્રદૂષણને લઇને 2 કરોડથી વધુ ઝાડ લગાવીશું.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ધૂળને લઇને વેક્યૂમ ક્લિનિંગ કરાવીશું. દિલ્હીને પ્રદૂષણથી મુક્તિ અપાવીશું અને યમુનાને પણ પ્રદૂષણમાંથી મુક્તિ અપાવીશું. પાંચ વર્ષના અંતમાં હું તમને ગેરેન્ટી આપી શકુ છું કે બધાને યમુનામાં ડુબકી લગાવી દઇશું.
સીએમએ કહ્યું કે તમામ કાચી કોલોનીઓમાં રોડ, પીવાનું પાણી, ગટર, સ્વચ્છતા અને સીસીટીવીની સુવિધા. દિલ્હીના દરેક ઝુંપડપટ્ટીવાસીને સન્માનપૂર્ણ જીવન આપવા માટે પાકા મકાન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે