Heavy Rainfall: શું તમે જાણો છો કે ભારતમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડે છે? ચેરાપુંજી ખોટો જવાબ છે!

Cherrapunjee Rainfall: ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જો આ સવાલ કોઈને પૂછશો તો જવાબ ચેરાપૂંજી હશે, પરંતુ શું તમે જાણો છો આ જવાબ ખોટો છે. 

Heavy Rainfall: શું તમે જાણો છો કે ભારતમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડે છે? ચેરાપુંજી ખોટો જવાબ છે!

નવી દિલ્હીઃ Cherrapunji Heavy Rainfall: ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જો આ સવાલ તમે ગમે તેને પૂછશો તો તેનો જવાબ ચેરાપૂંજી હશે, પરંતુ શું તમે જાણો છો આ જવાબ ખોટો છે. હવે ચેરાપૂંજી નહીં, પરંતુ અરૂણાચલ પ્રદેશના કુરૂંગ કુમે જિલ્લાના કોલોરિયાંગ શહેર (Koloriang City)માં સૌથી વધુ વરસાદ થાય છે. કોલોરિયાંગના લોકોનું કહેવું છે કે કોલોરિયાંગા વરસાદે મેઘાલયમાં માસિનરામ અને ચેરાપૂંજીનો રેકોર્ડ તોડી દીધો છે. 

કોલોરિયાંગના લોકો હવે કરી રહ્યાં છે અપીલ
અરૂણાચલ પ્રદેશના કુરૂંગ કુમે જિલ્લાના કોલોરિયાંગ શહેર (Koloriang City)ના લોકો હવે પોતાના શહેરને સૌથી વધુ વરસાદવાળા ક્ષેત્રના રૂપમાં ઓળખ આપવાની માંગ કરી રહ્યાં છે. તેનું કહેવું છે કે કોલોરિયાંગના વરસાદે રેકોર્ડ તોડી દીધો છે અને આ કારણે તેને સૌથી વધુ વરસાદવાળું ક્ષેત્ર જાહેર કરી દેવું જોઈએ. આ સાથે કોલોરિયાંગના લોકોએ ભારતીય હવામાન વિભાગ પાસે કોલોરિયાંગમાં વરસાદને સટીક રીતે માપવાનો આગ્રહ કર્યો છે. 

કોલોરિયાંગમાં ચેરાપૂંજીથી વધુ વરસાદનો દાવો
નોંધનીય છે કે ચેરાપૂંજી (Cherrapunji)માં દર વર્ષે લગભગ 450 ઇંચ એટલે કે આશરે 11430 મિલીમીટર એવરેજ વરસાદ થાય છે. કોલોરિયાંગ શહેર (Koloriang City)ના લોકોનો દાવો છે કે અહીં ચેરાપૂંજી કરતા વધુ વરસાદ થાય છે. પરંતુ તેને ચોક્કસ રીતે માપવામાં આવ્યો નથી. તેથી હવે લોકો હવામાન વિભાગ પાસે અહીંના વરસાદને ચોક્કસ રીતે માપવાનો આગ્રહ કરી રહ્યાં છે. 

ત્રણ મહિના છોડીને સતત પડે છે વરસાદ
કોલોરિયાંગ શહેર (Koloriang City)ના લોકોનું કહેવું છે કે કોલોરિયાંગમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ત્રણ મહિનાને છોડી બાકી સતત વરસાદ પડે છે. લોકોનું કહેવું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી વરસાદ થાય છે, પરંતુ ઓછો પડે છે. લોકોની માંગ છે કે માસિનરામ અને ચેરાપૂંજીને હટાવીને હવે કોલોરિયાંગને ધરતીનું સૌથી ભીનું સ્થાન (Wet City Tag) જાહેર કરવામાં આવે.

કોલોરિયાંગ તિબેટની સરહદને અડીને આવેલું છે
કોલોરિયાંગ શહેર એ તિબેટની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમે જિલ્લાનું પહાડી જિલ્લાનું મુખ્ય મથક છે. કોલોરિયાંગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1000 મીટર છે અને તે ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news