પંચતત્વમાં વિલીન થયા અરૂણ જેટલી, પુત્ર રોહને આપી મુખાગ્નિ

ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી સિંહ રાવત, બિહારના સીએમ નીતીશ કુમાર પણ પહોંચ્યા.

પંચતત્વમાં વિલીન થયા અરૂણ જેટલી, પુત્ર રોહને આપી મુખાગ્નિ

નવી દિલ્હી: પૂર્ણ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી, રાજનીતિ, વકીલાત, રમત અન સામાજીક જીવનની તમામ યાદોને છોડીને પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. નિગમબોધ ઘાટ પર બપોરે ત્રણ કલાકે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવ્યા હતા. પુત્ર રોહને તેમને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ગૃહપ્રધાન અમિત શાહ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આ સિવાય કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાઓ હાજર હતા. 

Live અપડેટ્સ:-
- અરૂણ જેટલીના પુત્ર રોહને અંતિમ સંસ્કારની વિધિ પુરી કરતા પિતાને મુખાગ્નિ આપી.
- કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી, યોગગુરૂ રામદેવ પણ અરૂણ જેટલીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નિગમ બાધ ઘાટ પહોંચ્યા.
- ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી સિંહ રાવત, બિહારના સીએમ નીતીશ કુમાર પણ પહોંચ્યા.
- ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ નિગમ બોધ ઘાટ પહોંચ્યા
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના રાક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ નિગમ બોધ ઘાટ પર હાજર

— ANI (@ANI) August 25, 2019

- ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય રાજકીય દળના નેતા નિગમ બાધ ધાટમાં હાજર છે.

- અરૂણ જેટલીનો પાર્થિવ દેહ નિગમ બોધ ઘાટ પહોંચી ગયો છે, થોડી વાદરમાં અંતિમ સંસ્કાર થશે.
- નિગમ બોધ ઘાટ પર અરૂણ જેટલીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પહોંચ્યા ઝી મીડિયાના એડિટર ઇન ચિફ જવાહર ગોયલે કહ્યું, ‘મારા પરિવાર સાથે તેમનો સંબંધ હંમેશા રહેશે, મારા માટે મોટો ભાઈ સમાન હતા જેટલીજી’
- BJP કાર્યાલયથી નિગમ બોધ ઘાટ માટે રવાના થયો અરૂણ જેટલીનો પાર્થિવ દેહ
- હિમાચલ પ્રદેશ સરકારે અરુણ જેટલીના નિધન પર 2 દિવસના રાજ્ય શોકની ઘોષણા કરી છે.

— ANI (@ANI) August 25, 2019

- તેમણે ક્યારેય પોતાના વિશે વિચાર્યું ન હતું, આ આપણા માટે ખૂબ દુ:ખ અને સંવેદનાનો સમય છે: રામદેવ
- આવા મહાન માણસો યુગો પછી આવે છે, તેમની પાસે વૈશ્વિક નેતૃત્વની કળા હતી, રાષ્ટ્રીય નહીં, તેઓએ અમને બધા અનાથ તરીકે છોડી દીધા: રામદેવ
- મુશ્કેલીનિવારક જેવા બનો, હંમેશાં અતિશય સંકટ સમયે અરુણ જીને યાદ કરો, તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપો: રમણ સિંહ
- રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે પણ ભાજપના મુખ્યાલયમાં અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી

- સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ ભાજપના મુખ્યાલયમાં અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી

- યોગ શિક્ષક રામદેવે પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી.
- જેટલી જી હંમેશા પક્ષને માર્ગદર્શન આપે છે: ગડકરી
- જેટલીના ગયાથી રાષ્ટ્ર અને પાર્ટીએ ઘણું દુ sufferedખ સહન કર્યું છે, જો કોઈ સમસ્યા હોય તો અમે તેમની સલાહ લેતા હતા: ગડકરી
- કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી
- લશ્કરી ટ્રક પર અરૂણ જેટલીની મોટી તસવીર લગાવવામાં આવી છે.
- અરૂણ જેટલીના પાર્થિવ દેહને લશ્કરી ટ્રકની પાછળ એક ટ્રોલીમાં રાખવામાં આવ્યો છે. લશ્કરી ટ્રકમાં સેનાના અધિકારીઓનની સાથે અરૂણ જેટલીના પુત્ર બેઠો છે.
- અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન કૈલાસ કોલોનીથી મૂળચંદથી લાલા લાજપત નગર માર્ગથી લાજપત નગર મેટ્રો સ્ટેશનથી પંત નગર, લોધી રોડ ફ્લાયઓવરથી સુંદર નગર, મથુરા રોડ, આઈટીઓ દિન દયાળ ઉપાધ્યાય માર્ગ પર ભાજપના મુખ્ય મથક લાવવામાં આવશે.

- અરૂણ જેટલી રક્ષા મંત્રી રહ્યા છે એટલા માટે તેમના પાર્થિવ દેહને લશ્કરી ટ્ર્કમાં ભાજપ કાર્યાલય લઇ જવામાં આવી રહ્યો છે.
- મુકુલ રોયએ કહ્યું કે, આ દેસની ક્ષતિ છે.
- ભાજપ નેતા રામ માધવ, કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા.

- એનસીપી નેતા શરદ પવાર, ટીડીપી નેતા ચંદ્રબાબૂ નાયડૂ, આરએલડી નેતા અજિત સિંહ અને કોંગ્રેસ નેતા મોતી લાલા વોરા પણ કૈલાશ કલોની સ્થિત જેટલીના નિવાસ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.

- રવિવાર સવારે અરૂણ જેટલીને શ્રદ્ધાંજિલ આપવા વિપત્રી નેતા પણ પહોંચ્યા.
- બપોરે 2 વાગ્યે અરૂણ જેટલીના પાર્થિવ દેહને મુખાગ્નિ આપવામાં આવશે.
- લગભગ 1 વાગ્યે ભાજપ કાર્યાલયથી દિલ્હીના નિગમ બોધ ઘાટ લઇ જવામાં આવશે.
- અરૂણ જેટલીના પાર્થિવ દેહને 9:25 વાગ્યે તેમના આવાસ (કૈલાશ કોલોની)થી ભાજપ કાર્યાલય દઇ જવામાં આવશે. મિલિટ્રી ટ્રકમાં તેના પાર્થિમ દેહને લઇ જવામાં આવશે.
- ગત રાત્રી અરૂણ જેટલીના ઘર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પહોંચ્યાં.

આ પહેલા, શનિવાર રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત અન્ય રાજનેતાઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને દક્ષિણ સ્થિત તેમના આવાસ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. શાહે જેટલીના આવાસ પર લગભગ 3:30 કલાલ વિતાવ્યા હતા. અલગ અલગ રાજકિય પાર્ટીના નેતા તેમજ ભાજપના કાર્યકર્તાઓ તેથા તેમના પ્રશંસકોએ જેટલીને અંતિમ વિદાય આપી. જેટલીના પાર્થિવ દેહને કાંચના તાબૂતમાં રાખવામાં આવ્યો છે. નેતાઓએ તે દરમિયાન શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને એસ. જયશંકર ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓએ અરૂણ જેટલીને અંતિમ વિદાય આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુક્લા ઉપરાંત કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન તથા તેમના પુત્ર ચિરાગ પાસવાને પણ દિવંગત નેતાને અંતિવ વિદાઇ આપી.

યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ, નવીન પટનાયક, કમલનાથ રહિત વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓએ અરૂણ જેટલીના આવાસ પર જઇ તેમને શ્રદ્ધાંજિલ આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કહ્યું, ‘તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પ્રસિદ્ધ હતા. મંત્રી તરીકે દેશ તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેઓ દેશ અને પાર્ટી માટે પૂંજી હતા. હવે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી અને હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું છું.’

પીએમ મોદીએ બહરીનમાં કહ્યું - મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે
વડાપ્રધાન મોદી શનિવારે તેમની વિદેશ યાત્રાના ત્રીજા તબક્કામાં બહેરીન પહોંચ્યા છે. તે દરમિયાન તેમનું સ્વાગત તેમના બહેરીન સમકક્ષ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાએ કર્યું. ત્યાંના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પીએમ મોદીએ અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું કે, હું અહીં ખૂબ જ શોક અહીં ઉભો છું. આજે ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મને ખૂબ શોક લાગ્યો છે. થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે. હું કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મારો મિત્ર છોડીને જવાનું દુ:ખ છે. બહેરીનની ધરતી પરથી હું ભાઈ અરુણને શ્રદ્ધાંજલિ આપું છું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news