ચંદા કોચરની પાછળ પડેલી એજન્સીઓને જેટલીની સલાહ રોમાંચથી દુર રહેવું જોઇએ

અરૂણ જેટલીએ કહ્યું કે, તપાસ એજન્સીઓએ મીડિયા અને સમાચારોમાં ચમકવાની ઇચ્છાથી દુર રહેવું જોઇએ, ખુબ જ પ્રોફેશનલ પદ્ધતીથી કામ કરવું જોઇએ

ચંદા કોચરની પાછળ પડેલી એજન્સીઓને જેટલીની સલાહ રોમાંચથી દુર રહેવું જોઇએ

નવી દિલ્હી : દેશની તપાસ એજન્સીઓએ સલાહ આપતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, એજન્સીઓ તપાસ કરવામાં માત્ર મહાભારતનાં અર્જુનની જેમ નિશાન માછલીની આંખ પર જ સાધવું જોઇએ. સ્વાસ્થ કારણોથી રજા પર ગયેલા નરેન્દ્ર મોદી સરકારના નાણા મંત્રી અરૂણ જેટલીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, તપાસ એજન્સીઓએ પોતાનું કામ મહત્તમ પ્રોફેશનલ રીતે પાર પાડવું જોઇએ. 

અરૂણ જેટલીનું આ નિવેદન ICICI બેંક ગોટાળામાં ચાલી રહેલી સીબીઆઇ તપાસ સંદર્ભે આપ્યું છે. જેટલીએ ICICI બેંક ગોટાળામાં સીબીઆઇ દ્વારા આ અઠવાડીયે દેશનાં અનેક સ્થળો પર પાડવામાં આવેલા દરોડા અંગે પ્રતિક્રિયા તરીકે સીબીઆઇને સલાહ આપી છે. જેટલીએ કહ્યું કે, તપાસ એઝન્સીઓ પુરાવાના આધારે માત્ર એવા લોકો પર શકંજો કસવાની જરૂર છે જે આ ગોટાળા માટે જવાબદાર છે. 

મહત્વની વાત છે કે આ મહિને અરૂણ જેટલી અસ્વસ્થ હોવાનાં કારણે રજા પર છે અને અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારને 1 ફેબ્રુારીએ પોતાનું વચગાળાનું બજેટ રજુ કરવાનું છે અને નાણામંત્રાલયનો કાર્યભાર બુધવારે રેલમંત્રી પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં મોદી સરકારનો કાર્યકાળ અંતરિમ બજેટ સ્પીચ ગોયલ વાંચે તેવી શક્યતા છે. 

બીજી તરફ ગુરૂવારે સીબીઆઇએ આઇસીઆઇસીઆઇ ગોટાળા મુદ્દે પૂર્વ બેંક પ્રમુખ ચંદા કોચરની વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, ગોટાળા અને પદનો દુરૂપયોગ કરતા વીડિયોકોન ગ્રુપ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ ફરિયાદ અનુસાર ચંદા કોચર પર પોતાનાં પતિ દીપક કોચરનાં પ્રભાવમાં આવીને વીડિયોકોનનાં એમડી વીએન ધુતની કંપની વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની લોન આપવાનો કિસ્સો છે. આ મુદ્દા સાથે તપાસનાં વર્તુળમાં ચંદા કોચર પર બેંકની તે તમામ સમિતીઓને પ્રભાવિત કરવાનો આરોપ પણ છે કે જે બેંકમાં લોન આપવાનો નિર્ણય લેવાનું કામ કરે છે. 

ગુરૂવારે સીબીઆઇનાં આ પગલા બાદ જેટલીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, તપાસ એજન્સીઓ જો તપાસને કોઇ નિષ્કર્ષ સુધી પહોંચાડે છે તો તેને પોતાનું કામ પ્રોફેશનલી કરવાની જરૂર છે. જેટલીએ કહ્યું કે, સામાન્ય રીતે દેશમાં તપાસ એજન્સીઓ બે પ્રકારનાં કામ કરે છે. એજન્સીઓની પહેલી પદ્ધતી માત્ર સમાચારમાં રહેવાની હોય છે અને તેમાં લોકો પર કિચડ ઉછળવા, યોગ્ય પુરાવા અને સાક્ષીઓ વગર તપાસનાં પ્રમાણને આટલું વધારી દેવામાં આવે ચે કે તેના કોઇ પરિણાન નહી નિકળતા. એવી પ્રક્રિયામાં સામાન્ય રીતે ગુનેગારો બચી નીકળે છે અને બેગુનાહ લોકોની ભચી પ્રભાવિત થાય છે. 

જ્યારે બીજી પદ્ધતી એકદમ પ્રોફેશનલ છે. જ્યાં પુરાવાઓની મદદથી ગુનેગારોની દિશામાં તપાસ કરવામાં આવે છે અને તપાસને અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચાડીને ગુનેગારને સજા અપાવવાનું કામ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news