કલમ 370: અરજી કરનારા વકીલની સુપ્રીમે ખુબ ઝાટકણી કાઢી, કહ્યું-'આ શું બકવાસ અરજી છે'

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે.

કલમ 370: અરજી કરનારા વકીલની સુપ્રીમે ખુબ ઝાટકણી કાઢી, કહ્યું-'આ શું બકવાસ અરજી છે'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અરજીકર્તાને પૂછ્યું કે આ તે કેવી અરજી છે. આટલા ગંભીર મુદ્દા પર બકવાસ રીતે અરજી દાખલ કરાઈ છે. 

સીજેઆઈએ અરજીકર્તા વકીલને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે જનહિત અરજીની સાથે કોઈ એનેક્સર લગાવાયું નથી. હું તમારી અરજી અડધા કલાકથી વાંચવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ કશું સમજી શકતો નથી. તમારી પ્રેયર શું છે?...કશું ખબર નથી. તમે શું કહેવા માંગો છો...કઈ ખબર નથી?

જુઓ LIVE TV

આ સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું કે તમારી અરજી એવી નથી કે જેના પર સુનાવણી થઈ શકે. તમારી અરજી અમે ફગાવી દેત, પરંતુ આમ કરવાથી આ મામલે દાખલ કરાયેલી અનેક અરજીઓ પર તેની અસર પડશે. વાત જાણે એમ છે કે વકીલ એમએલ શર્માએ અરજીમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

અત્રે જણાવવાનું કે આજે સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરતી અરજી પર સુનાવણી હાથ ધરાઈ. કોર્ટે આ દરમિયાન સુનાવણી ટાળી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજીકર્તા એમએલ શર્માને ફરીથી અરજી દાખલ કરવાનું જણાવ્યું. જો અરજીકર્તા અરજી સુધારીને ફરીથી અરજી કરે તો તેના પર સુનાવણી આગામી અઠવાડિયે થઈ શકે છે. કલમ 370 પર કુલ 7 અરજી દાખલ કરાઈ છે. જેમાંથી 4 અરજીઓમાં સુપ્રીમકોર્ટને કમીઓ જોવા મળી. 

સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ પર સુનાવણી થઈ. પહેલી અરજીમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરાયો છે. જ્યારે બીજી અરજીમાં પત્રકારો દ્વારા કાશ્મીરમાં સરકારી નિયંત્રણ હટાવાની માગણી કરાઈ છે. પહેલી અરજીમાં એમએલ શર્માએ જણાવ્યું છે કે સરકારે આર્ટિકલ 370 હટાવીને મનમાની કરી છે. તેમણે સંસદીય રસ્તો અપનાવ્યો નથી. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે. 

બીજી અરજી કાશ્મીર ટાઈમ્સના સંપાદક અનુરાધા ભસીને દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે કલમ 370 હટ્યા બાદ પત્રકારો પર લગાવામાં આવેલા નિયંત્રણો દૂર થાય. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે પ્રદેશમાં તમામ ન્યૂઝ પેપર રિલીઝ થઈ રહ્યાં છે તો કાશ્મીર ટાઈમ્સ કેમ નહીં. અમે રોજ થોડા થોડા પ્રતિબંધો હટાવી રહ્યાં છીએ. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દરેક પરિસ્થિતિઓને જોઈને ઢીલ અપાઈ રહી છે. સુરક્ષા દળો પર ભરોસો રાખો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news