રામજન્મભૂમિ પર ખોદકામમાં મળી પ્રાચિન મૂર્તિઓ-શિવલિંગ, જાણો શું છે મામલો
અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા.
Trending Photos
અયોધ્યાઃ દેશમાં લાગૂ લૉકડાઉન 4.0 વચ્ચે મળેલી છૂટ બાદ ઘણા ભાગમાં નિર્માણ કાર્ય શરૂ થઈ ગયા છે. નિયમો પ્રમાણે નિર્માણકાર્યો ચાલી રહ્યાં છે આ વચ્ચે અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા.
અહીં જમીન સમતોલ કરવા દરમિયાન ઘણી જૂની મૂર્તિઓ મળી, ટ્રસ્ટ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અહીં શિવલિંગ, મૂર્તિ અને કેટલોક અન્ય સામાન જમીનમાંથી મળ્યો છે. મૂર્તિઓ મળવાની સાથે દાવાઓ શરૂ થયા તો સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર રહી ચુકેલા લોકોના નિવેદનો આવવાના પણ શરૂ થયા છે.
ટ્રસ્ટ તરફથી શું કહેવામાં આવ્યું?
રામ મંદિર નિર્માણની તમામ જવાબદારી કેન્દ્ર સરકારે બનાવેલા સ્વતંત્ર ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પાસે છે. આ ટ્રસ્ટને જમીન સોંપી દેવામાં આવી છે અને અહીં નિર્માણ કાર્યની શરૂઆત થઈ ગઈ છે.
જમીન સમતોલ કરવા દરમિયાન મળેલી કેટલિક જૂની મૂર્તિઓ વિશે નિવેદન જારી કરતા ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું, 'શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા તારીખ 11 મે 2020થી શ્રીરામજન્મભૂમિ પરિસરમાં જમીન સમતોલ કરવા અને ગેંગવે હટાવવાનું કાર્ય અયોધ્યા તંત્રની મંજૂરીની શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.'
નિવેદન પ્રમાણે, જમીન સમતોલ કરવાના કામમાં હાલ 10 મજૂરો કામ કરી રહ્યાં છે. મહામારીને કારણે તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે. માસ્ક, સેનેટાઇઝેશન સહિત તમામ જોગવાઇનું પાલન થઈ રહ્યું છે.
મૂર્તિઓ મળતા શરૂ થઈ રાજકીય નિવેદનબાજી
પરિસરથી જૂની મૂર્તિઓ મળવા બાદ નિવેદનબાજી શરૂ થી ગઈ છે. હિંદુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યુ, સુપ્રીમ કોર્ટમાં દલીલ દરમિયાન અમારા પર મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ત્યાં મંદિરના કોઈ અવશેષ નથી. જૂની મુર્તિઓનું મળવુ તે આરોપોનો જવાબ છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં દલીલ આપતા હતા.
બીજીતરફ બાબરી મસ્દિના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીનુ કહેવુ છે કે હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચુક્યો છે, તેવામાં તે કોઈ નિવેદન આપવા ઈચ્છતા નથી. સીતેર વર્ષ કેસ ચાલ્યો અને ચુકાદો આવ્યો છે, અમારા તરફથી આ કેસ પૂરો થી ગયો છે. મૂર્તિઓ પર તેમણે કહ્યુ કે, ત્યાં જે મળ્યુ છે તેનું સન્માન થવુ જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે