ભારત-ચીન તણાવની વચ્ચે આજે લદ્દાખ જશે સેના પ્રમુખ, કરશે સ્થિતિનું નિરિક્ષણ
લદ્દાખમાં ભારત અને ચીન (China)ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે સેના પ્રમુખ એમ.એમ.નરવણે આજે લદ્દાખના પ્રવસે જશે. આ દરમિયાન કોર કમાંડર સ્તરની વાતચીત થશે.
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન (China)ના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે સેના પ્રમુખ એમ.એમ.નરવણે આજે લદ્દાખના પ્રવસે જશે. આ દરમિયાન કોર કમાંડર સ્તરની વાતચીત થશે.
તમને જણાવી દઇએ કે LAC ખૂની સંઘર્ષ બાદ આજે વિદેશી મંત્રી એસ જયશંકર પણ રૂસ અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરશે. RIC ગ્રુપની બેઠક વીડિયો કોન્ફ્રેસિંગથી થશે.
તો બીજી તરફ ભારત-ચીન તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસ માટે મોસ્કો પહોંચ્યા છે, તે 75મી વિજય દિવસ પરેડમાં સામેલ થશે. આ દરમિયાન ભારત અને રૂસ વચ્ચે રણનીતિક ભાગીદારી પર ચર્ચા સંભવ છે.
તમને જણાવી દઇએ કે આ પહેલાં ભારત અને ચીની સેના વચ્ચે ગત અઠવાડિયે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી સોમવારે બંને દેશોની સેનાઓ વચ્ચે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બીજા દૌરની વાતચીત થઇ હતી.
દેશના ટોચના સૈન્યનેતૃત્વએ પૂર્વી લદ્દાખમાં સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ગલવાન ઘાટીમાં ગત અઠવાડિયે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈન્યકર્મી શહીદ થયા હતા. પૂર્વી લદ્દાખમાં ચુશૂલ સેક્ટરના ચીની ભાગમાં સ્થિત મોલ્ડોમાં સવારે લગભગ 11:30 વાગે બેઠક શરૂ થઇ હતી અને રાત સુધી ચાલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે