PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર: સૈન્ય પ્રમુખ

અગાઉ જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવાયા બાદ હવે સરકારનું આગામી પગલું પીઓકે હશે

PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર:  સૈન્ય પ્રમુખ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ હવે પીઓકેને ભારત અંતર્ગત લાવવાનાં સવાલ અંગે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, આ નિર્ણય સરકારે કરવાનો છે. સેના દરેક કાર્યવાહી તૈયાર છે. જનરલ બિપિન રાવત કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનાં તે નિવેદનનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ હવે સરકારનો આગામી પાગલું પીઓકેને ભારત અંતર્ગત લાવવાનું છે.

કુલભૂષણ જાધવ મુદ્દે ભારત ફરી ICJ માં જશે, વિદેશ મંત્રાલયનો આવો છે પ્લાન
આ અંગે પ્રતિક્રિયા આપતા સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, તે અંગે કાર્યવાહી સરકાર કરે છે, જે પ્રકારે સરકારે નિર્દેશ આપશે. આ પ્રકારે અન્ય સંસ્થાઓ જે દેશમાં હશે તે કાર્યવાહી કરશે. સેના સદા કાર્યવાહી માટે તૈયાર રહેશે. સેના પ્રમુખે આગળ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે લોકો રાજ્યમાં સુરક્ષા અને શાંતિ બહાલ કરવા માટે સુરક્ષાદળ અને શાસનને એક તક આપે. આ રાજ્ય અનેક વર્ષથી આતંક સહન કરી રહ્યા છે. 1 તક અમને આપો, જુઓ અને સમજો પણ કે તેમના માટે શું સારુ છે.

હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ
અત્રે ઉલ્લેખનીય છે કે,  જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, અમારો આગામી એજન્ડા પીઓકેને પુન: પ્રાપ્ત કરીને જમ્મુ કાશ્મીર અંતર્ગત લાવવાનું છે. આ માત્ર હું અથવા મારુ સંગઠન નથી કરી રહ્યું પરંતુ 1994માં નરસિંહરાવની સરકારમાં પાર્લામેન્ટમાં આ બિલ પાસ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news