અરબાઝની પુછપરછ પુર્ણ, 6 વખત સટ્ટો લગાવ્યાની વાત કબુલી: મુખ્ય સાક્ષી બનવા તૈયાર

સુત્રો અનુસાર અરબાઝ ખાન લાંબા સમયથી સટ્ટો રમી રહ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત પણ કબુલી

અરબાઝની પુછપરછ પુર્ણ, 6 વખત સટ્ટો લગાવ્યાની વાત કબુલી: મુખ્ય સાક્ષી બનવા તૈયાર

મુંબઇ : આઇપીએલ(IPL)માં કથિત રીતે સટ્ટેબાજી અંગે પુછપરછ માટે બોલાવાયેલ બોલિવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનની ઠાણે પોલીસ સ્ટેશનમાં પુછપરછ પુર્ણ થઇ ચુકી છે. પોલીસે તેની સતત પાંચ કલાક સુધી પુછપરછ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરબાઝ ખાન છ વખત સટ્ટેબાજી કરી હોવાની વાત સ્વિકારી છે. સાથે તે પણ કબુલ્યું છેકે તેને સટ્ટાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

પોલીસ સુત્રો અનુસાર અરબાઝ ખાનમુખ્ય સાક્ષી બનશે. જો અરબાઝ આ કેસમાં સાક્ષી બની જશે તો તેની સાથે નરમ વલણ અપનાવાશે. જો કે ઠાણે પોલીસે જો મુખ્ય આરોપી બુકી સોનૂ જાલાન પર મકોકા લગાવશે તો તેની સાથે જોડાયેલા તમામ લોકો પર મકોકા લગાવવામાં આવશે. એવામાં અરબાઝ સરકારી સાક્ષી બને તો તેની સાથે આ કેસમાં નરમ વલણ અપનાવાશે. ઉપરાંત આ કેસમાં વિંદુ દારા સિંહની પણ પુછપરછ થઇ શકે છે. પુછપરછ પુર્ણ થયા બાદ અરબાઝે મીડિયા સાથે પણ વાત કરી હતી.

— ANI (@ANI) June 2, 2018

અરબાઝે મીડિયા સાથે ચાલતા ચાલતા વાત કરી હતી અને કહ્યું કે, પોલીસે તપાસ માટે જરૂરી જેટલા સવાલો પુછ્યા તેટલા તમામનાં જવાબ મે આપ્યા છે. હું તેમની આગળ પણ પુછપરછમાં તમામ મદદ કરવા માટે તૈયાર છું. ડીએસપી(ક્રાઇમ) અભિષેક ત્રિમુખેએ જણાવ્યું કે, 6 આરોપીઓની સટ્ટેબાજીનાં મુ્દે ધરપકડ કરવામાં આવી છે. અરબાઝનું નામ સોનુ જાલાને પુછપરછ દરમિયાન આપ્યું હતું. અરબાઝનું નિવેદન નોંધાયું છે. કેટલાક નવા નામ પણ સામે આવ્યા છે. તે તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. 

— ANI (@ANI) June 2, 2018

સુત્રો અનુસાર અરબાઝે બુકી સોનુ જાલાન સાથે સંબંધની વાત કબુલી છે. પુછપરછ દરમિયાન અરબાઝે જણાવ્યું કે, ગત્ત વર્ષે આઇપીએલની મેચોમાં સટ્ટો લગાવ્યો હતો. 2.75 કરોડ રૂપિયા હાર્યો હતો. 6 વર્ષથી સટ્ટાબાજીમાં છે. સુત્રો અનુસાર આઇપીએલ 2018ની સમગ્ર સિઝનમાં સોનુ જાલાને 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફાઇનલની મેચમાં જ તેણે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news