રાજ્યપાલોની નિમણૂંક : ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા, જૂથવાદ દૂર કરવાનો માસ્ટરપ્લાન

ભાજપે લોકસભા અને 9 રાજ્યોની ચૂંટણી પહેલાં માસ્ટરસ્ટ્રોક માર્યો છે. એક સાથે લીધેલા આ નિર્ણય પાછળ તેમની રાજકીય ગણતરીઓ પણ છે. ભાજપે રાજ્યમાં જૂથબંધીને તોડવા માટે કેટલાક નેતાઓને અન્ય રાજ્યોમાં ધકેલી દીધા હોવાની પણ ચર્ચાઓ છે. ગુજરાતમાં પણ ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે રૂપાણીને પંજાબના પ્રભારી બનાવીને સ્થાનિક રાજકારણથી દૂર કરી દીધા હતા. આ સ્ટ્રેટેજી ભાજપ અન્ય રાજ્યોમાં પણ અજમાવી રહી છે. દરેક રાજ્યોમાં ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ છે .

રાજ્યપાલોની નિમણૂંક : ભાજપે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા, જૂથવાદ દૂર કરવાનો માસ્ટરપ્લાન

ભાજપે લોકસભા અને 9 રાજ્યોની ચૂંટણી પહેલાં માસ્ટરસ્ટ્રોક માર્યો છે. એક સાથે લીધેલા આ નિર્ણય પાછળ તેમની રાજકીય ગણતરીઓ પણ છે. ભાજપે રાજ્યમાં જૂથબંધીને તોડવા માટે કેટલાક નેતાઓને અન્ય રાજ્યોમાં ધકેલી દીધા હોવાની પણ ચર્ચાઓ છે. ગુજરાતમાં પણ ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે રૂપાણીને પંજાબના પ્રભારી બનાવીને સ્થાનિક રાજકારણથી દૂર કરી દીધા હતા. આ સ્ટ્રેટેજી ભાજપ અન્ય રાજ્યોમાં પણ અજમાવી રહી છે. દરેક રાજ્યોમાં ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ છે . ચૂંટણી પહેલાં નેતાઓમાં નારાજગી વધે એ પહેલાં ભાજપે આ પ્લાન અજમાવ્યો છે.  કેન્દ્ર સરકારે ૧૩ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી એ મુદ્દો રાજકીય રીતે ચર્ચામાં છે. ભાજપનાં સૂત્રોના મતે, આ વરસે વિધાનસભાની ચૂંટણી છે એ રાજ્યોમાં ભાજપની જૂથબંધીને નાથવા રાજ્યપાલોની મોટા પાયે બદલી અને નવી નિમણૂકો કરાઈ છે.

તમને નવાઈ લાગશે પણ રાજસ્થાનમાં આ વર્ષે ચૂંટણી છે. આ સમયે રાજ્યના કદાવર નેતા ગુલાબચંદ કટારિયાને આસામના ભાજપ શાસિત રાજ્યના નવા રાજ્યપાલ બનાવી પુનિયાનો રસ્તો સાફ કરી દીધો છે. સતિશ પુનિયા એ અમિત શાહની ખાસ નજીક છે. કટારિયા હાલમાં  રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર મનાય છે. 

કટારિયાને રાજ્યપાલ બનાવીને તેમનું પત્તું કાપી નંખાયું છે કે જેથી સતિષ પુનિયા સામેની હરીફાઈ ઘટે. છત્તીસગઢના રમેશ બૈંસને મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજ્યપાલ રાજ્યમાં જૂથબંધી ઓછી કરવા જ બનાવાયા છે. ભૂતપૂર્વ લોકસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સી.પી. રાધાકૃષ્ણનને તમિલનાડુની બહાર મોકલીને  પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઇ સામેનો વિરોધ દબાવી દેવાયો છે.  રાધાકૃષ્ણનને અન્નામલાઈ સાથે ગંભીર મતભેદ હતા અને તેમની કાર્યશૈલી અંગે હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. જો કે અન્નામલાઇના કામથી ભાજપ હાઇકમાન્ડ ખુશ છે તેથી રાધાકૃષ્ણનને દૂર કરી દેવાયા છે. આમ ભાજપે એક કાંકરે 2 પક્ષી મારવાનું કામ કર્યું છે. નેતાઓ નારાજ પણ ના થાય અને ચૂંટણી પૂરી થઈ જાય...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news