ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાય કે ચોરાય તો ના કરશો ચિંતા, આ રીતે મળશે ડુપ્લિકેટ લાઇસન્સ

Applying For Duplicate Driving License: ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. હવે આ માટે RTOની એકથી વધુ ટ્રીપ કરવાની જરૂર નથી. હવે આ કામ ઘરે બેસીને ઓનલાઈન કરી શકાશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાય કે ચોરાય તો ના કરશો ચિંતા, આ રીતે મળશે ડુપ્લિકેટ લાઇસન્સ

Applying For Duplicate Driving License: ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની જરૂર પડે છે. એક સમય એવો હતો કે જ્યારે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એક ઝંઝટ ગણાતું હતું અને આરટીઓમાં અનેક ટ્રીપ કરવી પડતી હતી. પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું કામ ખૂબ જ સરળ બની ગયું છે. કેવી રીતે? ચાલો જાણી લો

જો આપણી કોઈ વસ્તુ ચોરાઈ જાય તો તેને કારણે ઘણી પરેશાની થાય છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ પર પણ લાગુ પડે છે કારણ કે તેની ચોરીને કારણે ઘણી અસુવિધા અને મુશ્કેલી થાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે અને જો આમ કરતા પકડાઈ જવાય તો તમારે દંડ ભરવો પડી શકે છે. આવું ન થાય તે માટે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે જેથી કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય. એક સમય એવો હતો જ્યારે ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવાનું કામ ખૂબ જ મુશ્કેલીભર્યું માનવામાં આવતું હતું. આ માટે આરટીઓની અનેક ટ્રીપો કરવી પડી હતી. પરંતુ હવે એવું નથી અને આ પ્રક્રિયા હવે ઘણી સરળ બની ગઈ છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ ચોરાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે.

ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે પ્રક્રિયાને સરળ બનાવી છે:

ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે. હવે આ માટે RTOની એકથી વધુ ટ્રીપ કરવાની જરૂર નથી. હવે આ કામ ઘરે બેસીને ઓનલાઈન કરી શકાશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ચોરાઇ જાય તો ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના સરળ સ્ટેપ્સ:

1) ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે, પહેલા વેબસાઇટ parivahan.gov.in/parivahan/ પર લોગ ઇન કરો.
2) આ પછી વેબસાઇટ પર LLD ફોર્મનો વિકલ્પ દેખાય છે. આ ફોર્મ ભરો.
3) હવે LLD ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ અને ફોટોગ્રાફ જેવા તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
4) આ પછી નજીકના RTOમાં LLD ફોર્મ અને દસ્તાવેજો ઑનલાઇન સબમિટ કરો.
5) આ પ્રક્રિયા પૂર્ણ થયાના 30 દિવસ પછી ડુપ્લિકેટ લાઇસન્સ તમારા ઘરે આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news