ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું મોદી સરકાર-2નું પ્રથમ વર્ષઃ અનુરાગ ઠાકુર

ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોદી સરકારના એક વર્ષ પૂરુ થવા પર ઘણી મહત્વની વાત કરી હતી. તેમણે આ તકે કલમ 370, રામ મંદિર સહિત ઘણા મોટા નિર્ણય પર સરકારની પ્રશંસા કરી હતી. 
 

ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું મોદી સરકાર-2નું પ્રથમ વર્ષઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ઝી હિન્દુસ્તાનના ખાસ કાર્યક્રમ ઈ-વિમર્શમાં પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, મોદી સરકારે પોતાના બીજા કાર્યક્રળમાં ઘણા દિવસથી લટકેલા વિવાદાસ્પદ મામલાનું નિવારણ કરીને દેશની જનતાને કરેલા વચન પૂરા કર્યાં છે. 

સવાલઃ કોર્પોરેટ કાર્ય મંત્રાલયમાં પણ તમે રાજ્ય મંત્રી છો. આશરે અઢી મહિનાના લૉકડાઉન બાદ આપણે અનલૉક ફેઝ 1માં ચાલી રહ્યાં છે. બધુ ખુલી ગયું છે, બીજી તરફ મોદી સરકાર પાર્ટ 2નું એક વર્ષ પૂરુ થઈ ગયું છે, તમે ખુદ પોતાના મંત્રાલયની સિદ્ધિઓ કઈ રીતે જુઓ છો, અને કેટલો મોટો પડકાર હવે સામે છે. 

ઉત્તરઃ પ્રથમવાર મોદી સરકારનું 1 વર્ષ ખુબ સિદ્ધિઓ ભરેલું રહ્યું, જ્યાં એક તરફ અમે કલમ 370 અને 35 એ જેવા વિષય જે વર્ષોથી લટકેલા હતા, જેની રાહ દેશ જોઈ રહ્યો હતો, અમે તેમાંથી મુક્તિ અપાવી, બીજી તરફ ટ્રિપલ તલાકથી કરોડો બહેનોને છૂટકારો અપાવ્યો છે. તો સીએએ લાવીને દેશના તે નાગરિકોને જે પલાયન કરીને આવ્યા હતા, જે મુશ્કેલીને કારણે ભારત આવ્યા હતા. તેને પણ તેના અધિકાર આપવાનું કામ કર્યું છે. આ સિવાય જોવામાં આવે તો વિશ્વમાં છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી આર્થિક મંદીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયમાં ભારત સારૂ કરી રહ્યું છે, અમે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે, જે વિશ્વમાં સૌથી આકર્ષિત છે. આ સિવાય ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. 

સવાલઃ અર્થવ્યવસ્થામાં સુધાર માટે 20 લાખ કરોડનું પેકેજ, આ પેકેજમાં, જો કોઈપણ પેકેજ કે બજેટની જાહેરાત થાય છે તો ખુબ ટેકનિકલી ભાષા હોય છે, એક નાણા રાજ્યમંત્રી સરળ ભાષામાં અમારા દર્શકોને તમારા મોઢે સમજવુ હોય, ગરીબો ને શું મળી રહ્યું છે, ખાસ કરીને મજૂરોને, કૃષકોને જેમાં મનરેગા અને કૃષિના સવાલ પર મારી પાસે કોણ છે તે સેક્ટરમાં ગરીબ મજૂરો સુધી પહોંચશે. 

ઉત્તરઃ સાડા 20 કરોડ જનધન ખાતા ધારક મહિલાઓ, તેના ખાતામાં 3100 કરોડ છેલ્લા ત્રણ મહિનામાં અમે સીધા જમા કરાવ્યા છે. આ સિવાય સાત કરોડ મહિલાઓ જેની પાસે ઉજ્જવલા સિલિન્ડ્ર છે, તેના ખાતામાં 9 હજાર કરોડથી વધુ જમા કરાવવામાં આવ્યા છે, જેથી તે ગેસ સિલિન્ડર ભરાવી શકે. 2 કરોડ 80 લાખ વૃદ્ધો દિવ્યાંગોના ખાતામાં 3000 કરોડ રૂપિયા અમે 2 મહિનામાં જમા કરાવ્યા જેથી તેને લાભ મળી શકે. 

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, 9 કરોડથી વધુ કિસાનોને 19000 કરોડ રૂપિયા અમે લગભગ એપ્રિલ અને માર્ચના અંતમાં જમા કરાવ્યા છે. પીએમ કિસાન યોજનાનો લાભ મળીને અમે 43 કરોડ લોકોના ખાતામાં 64000 કરોડ રૂપિયાથી વધુ જમા કરાવ્યા છે. આ સીધા તેના ખાતામાં ગયા છે. 

સવાલઃ મનરેગામાં એક લાખ કરોડની રમકની સાથે સાથે મજૂરો માટે ફોકસ સરકાર, સૌથી મોટી રાહત હોઈ શકે છે કે સરકારની પાસે તેના માટે ફોકસ પ્લાન કિસાનો પર આવુ તો કેટલો ભાગ સરકારે ખેડૂતો માટે 20 લાખ કરોડમાં વિચાર્યો છે કારણ કે હવામાનની માર અલગ છે, વાવણીનો સમય સામે છે. તેવામાં સરકારની પાસે ખાસકરીને ખેડૂતો માટે કારણ કે તમારી ગ્રામીણ અર્થવ્યવસ્થાનો પ્લાન જણાવો, હવે કિસાનો માટે. 

જવાબઃ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કિસાનો માટે જેમ મેં કહ્યું કે, 19000 કરોડ રૂપિયા અમે માર્ચના અંતમાં અને એપ્રિલ મહિનામાં સીધા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યાં છે.  આ સિવાય 86000 કરોડ રૂપિયા તેને 2 મહિનામાં તેના માટે રેન્ટની સુવિધા ઉપલબપ્ધ કરાવી જેથી તેને મુશ્કેલી ન થાય. આ સિવાય જે સવા ચાર કરોડ રૂપિયા કિસાનોએ લોન લીધી છે, તે માટે તેણે જે વ્યાજ ભરવાનું હતું તેમાં છ મહિનાની છૂટ આપી. 

કોરોના કાળમાં કિસાનો સાથે છે મોદી સરકાર
તેમણે કહ્યુ કે, આ સિવાય 25 લાખ એવા કિસાનોને ક્રેડિટ કાર્ડ  અમે આપ્યા, અમે  અઢી કરોડમાં કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવાની વાત કરી જેને હજુ સુધી સુવિધા મલી નથી. કિસાનોને પશુપાલકો અને માછીમારોને તે મળશે. તેમાં 2 લાખ કરોડ રૂપિયાનો અવસર તેને મળશે જે ઓછા વ્યાજ પર હશે, જેથી તેને બળ મળશે. આ સિવાય કિસાનો માટે 1 લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચરનું ફંડ અમે ક્રિએટ કરી રહ્યાં છીએ. 

સવાલઃ લૉકડાઉનમાં ખુબ વધુ ગતિથી ઉદ્યોગ ધંધા પર અસર થઈ અને સૌથી મોટી વાતનું નુકસાન પહોંચ્યું છે, સરકારી ખજાનાની સ્થિતિ સુધારવાનો પણ તમારી સામે પડકાર છે અને ઉદ્યોગની કાર્યક્ષમતા પર કોઈ પ્રભાવ ન પડે તે પણ પડકાર છે, તેને સામનો સરકાર કેવી રીતે કરશે. 

જવાબઃ અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોક્કસ પણે આ પડકાર માત્ર ભારતની સામે નહીં વિશ્વ સામે છે. તમે જુઓ તો અમે સૌથી પહેલા જે જરૂરીયાત વસ્તુઓ છે તેનું વેચાણ ચાલતુ રહે તેની મંજૂરી આપી. આ સિવાય જેમ જેમ સમય આવતો હયો અમે સમયે સમયે સેક્ટરો ખોલી રહ્યાં હતા. આજે મોટા ભાગના સેક્ટર ખુલી ગયા છે. માત્ર સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ ખુલી શક્યા નથી. બાકી ઘણું બધુ ખુલી ગયું છે. તે વાત સાચી છે કે એટલી ડિમાન્ડ એક સાથે નહીં થાય પરંતુ ધીમે ધીમે તેમા સુધાર આવશે.

અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં લાગી સરકાર
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, તેનાથી સવા બે લાખથી વધુ યૂનિટને મંજૂરી મળી ગઈ હતી અને તેને દોઢ લાખથી વધુ પૈસા પણ આપવામાં આવ્યા છે, તમે જુઓ કે અમે ઝડપથી તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેના બેન્ક એકાઉ્ટર એનપીએ થઈ ગયા હતા તેને પણ 15 ટકા ઇક્વિટી આપવાનું કામ મોદી સરકાર કરી રહી છે. 

સવાલઃ ભારતને આગળ વધારવુ એક મોટી ચેલેન્જ છે અને આ ટાર્ગેટને તમે ડેડલાઇનની સાથે સેટ કરી રહ્યાં છે પરંતુ બીજીતરફ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રમાણે આ લોકડાઉનમાં આશરે 12 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે, બેરોજગારી દર 25 ટકાથી વધુ એક મોટો પડકાર છે.

જવાબઃ  કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, દરેક સેક્ટરની સામે પડકાર છે. આજના આ ઇન્ટરવ્યૂનું એક ઉદાહરણ છે અથવા ઘણી વર્ચુઅલ બેઠક જે અમે કરી છે તે દેખડે છે કે જીવન કઈ રીતે બદલી ગયું છે. હવે લોકો કોર્પોરેટ હાઉસ પણ આ પ્રકારથી કરી રહ્યાં છે કે વર્ચુઅલ મીટિંગના માધ્યમથી કરી રહ્યાં છો તો નવા સેક્ટરને વધુ એક તક મળશે.

કોરોના સંક્રમણથી જિંદગીમાં ફેરફાર
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ઘણા જૂના સેક્ટર સમાપ્ત થશે તો મને લાગે છે કે, પોતાનામાં આ ફેરફાર બધાએ કરવાની જરૂર છે. તેથી અમે કહ્યુ કે, જે લોકોનો રોજગાર ગયો પણ છે. તેને નવી સ્કીમ કઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેને ફરી રોજગારની તક મળી શકે અને અર્થવ્યવસ્થામાં પણ તેજી આવે.

સવાલઃ અર્થવ્યવસ્થાને બુસ્ટ કરવા માટે ખુબ જરૂરી છે કે જે વસ્તુ છે તે છે રોકાણ. તે પણ હું વિદેશી રોકાણની વાત કરી રહ્યો છું કે વિશ્વભરની સ્થિતિ આ સમયે ખરાબ શું, શું ભારતની જમીનને આગળ આવનારા ત્રણ ચાર વર્ષમાં ફરી એટલી તૈયાર કરી દેશો કે વિદેશી રોકાણ આપણે ત્યાં આવે. 

અનુરાગ ઠાકુરે કહ્યુ કે, બિહારના મખના હોય, કાશ્મીરનું કેસર હોય, આંધ્રની ચિલી હોય કે નોર્થ ઈસ્ટના બાંબૂ. જો  તેના માટે ક્લસ્ટર અલગ અલગ બનાવવામાં આવશે તો ન માત્ર દેશની જરૂરીયાત પૂરી થશે પણ નિકાસ કરી શકાય છે. આ પોતાનામાં એક ફેરફાર હશે. તેનાથી અલગ અલગ ક્ષેત્રને બળ મળશે. 

તેમણે કહ્યુ કે, ઉદાહરણ તરીકે મોબાઇલ લો 2014 સુધી વિશ્વભરમાંથી આપણે તેને આયાત કરતા હતા પરંતુ મોદીજીએ કહ્યુ કે, હવે મોબાઇલની આયાત ઓછી કરવી જોઈએ. ઇમ્પોર્ટ ડ્યૂટી અમે વધારી અને લોકલને અમે થોડુ ઇન્સેટિવ આપવાનું કામ કહ્યું, આજે વિશ્વનું બીજુ સૌથી મોટુ મેન્યુફેક્ચર ભારત બની ચુક્યુ છે. એક નીતિમાં ફેરફાર કરવાને કારણે ભારતે આ કર્યું છે, હવે તેમાં અમારા તરફથી હજારો કરોડો રૂપિયાની સુવિધા આપ્યા બાદ તો આગામી 3 વર્ષોમાં તમે જોશો કે તેમાં આગળ વધવાનું કામ થશે. 

સવાલઃ ઘણા એવા લોકો છે ભલે વિપક્ષની વાત કરૂ, તેનું કહેવું છે કે 20 લાખ કરોડના પેકેજને, કાગળ પર માત્ર કાગળ પર ઇકોનોમીના 10 ટકા ગણાવ્યા છે. શબ્દોની હેરાફેરી કરવામાં આવી છે. શું ખરેખર આ પેકેજની સાથે આવી રાજનીતિ થવી જોઈએ. 
જવાબઃ
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, મને લાગે છે કે કેટલાક લોકો મહામારીના સમયમાં પણ રાજનીતિ કરવા પર ઉતરી આવ્યા છે, કાલ સુધી જે કહેતા હતા કે અમને 5 ટકા જીડીપીનું પેકેજ આપો. હવે 10 ટકા આપ્યું તો તેને વિશ્વાસ થઈ રહ્યો નથી. એક વ્યક્તિ તો એવો છે આ દેશમાં જે સતત કરી રહ્યો છે કે ખાતામાં પૈસા જમા કરાવો જમા કરાવો પરંતુ તેમને પૂછવા ઈચ્છીશ કે 60 વર્ષ સુધી તમારી સરકાર રહી. બેન્કોનું રાષ્ટ્રીય કરણ તમે કર્યું. તમારી પાર્ટી અને તમારા પરિવાર ના ખાતા ગરીબોના ખોલી શક્યું અને ન પૈસા નાખી શક્યું. 

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, તમારા સમયમાં 100 રૂપિયા મોકલતા હતા તો 15 નીચે પહોંચતા હતા. મોદીજીએ 2014માં આવીને બધાના બેન્કમાં ખાતા ખોલાવી દીધા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરીને હવે કરોડો લોકોના ખાતામાં સીધા પૈસા પહોંચે છે. જો આ 43 કરોડ લોકોના ખાતામાં 64000 કરોડ રૂપિયા આવી ગયા છે તો તે મોદી સરકારે નાખ્યા છે. તમારી પાર્ટી અને તમારી સરકાર તે ન કરી શકે જે અમે કરી બતાવ્યું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news