'પાવરી ગર્લ'નો વધુ એક વીડિયો ઇન્ટરનેટ મચાવી રહ્યો છે ધૂમ, કરી આવી એક્ટિંગ

ગયા વર્ષે એક યુવતીએ ઈન્ટરનેટ પર વીડિયો પોસ્ટ કરીને તહેલકો મચાવ્યો હતો. દરેક વ્યક્તિ 'પાવરી હો રહી હૈ' ટ્રેન્ડમાં જોડાતા રમુજી વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા. ત્યારથી આ છોકરી એક સેંસનલ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે અને તે સતત કેટલાક વીડિયો પોસ્ટ કરતી રહે છે.

'પાવરી ગર્લ'નો વધુ એક વીડિયો ઇન્ટરનેટ મચાવી રહ્યો છે ધૂમ, કરી આવી એક્ટિંગ

Pawri Ho Rahi Hai Video: ગયા વર્ષે એક યુવતીએ ઈન્ટરનેટ પર વીડિયો પોસ્ટ કરીને તહેલકો મચાવ્યો હતો. દરેક વ્યક્તિ 'પાવરી હો રહી હૈ' ટ્રેન્ડમાં જોડાતા રમુજી વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા. ત્યારથી આ છોકરી એક સેંસનલ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે અને તે સતત કેટલાક વીડિયો પોસ્ટ કરતી રહે છે. વધુ એક વીડિયોએ ફરી ધમાલ મચાવી છે. 

પાવરી ગર્લનો વધુ એક વીડિયો થયો વાયરલ
'પાવરી ગર્લ' દાનાનીર મોબીન પાછી ફરી છે અને આ વખતે તે તેના ફોલોવર્સ માટે તેનો નવો વીડિયો લઈને આવી છે. દાનાનીરે ગુરુવાર, 3 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર 'પાવર હો રહી હૈ'નું નવું વર્ઝન શેર કર્યું. આ વિડિયોમાં તેના પિતા અને ભાઈ-બહેન દિવાલ પર લટકેલી તસવીરમાં જોવા મળે છે અને ત્યાં હાજર દાનાનીરે ખૂબ જ શાનદાર વીડિયો રેકોર્ડ કર્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા આ વીડિયોમાં તેણે 'પાવર હો રહી હૈ'નું નવું વર્ઝન ખૂબ જ ક્યૂટ રીતે શૂટ કર્યું છે. દાનાનીર પોતે બાળકની જેમ લિપ-સિંક કરે છે. જણાવી દઈએ કે યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ દાનાનીરે યુવતીની જેમ અભિનય કરવાનો પ્રયાસ કર્યો છે.

ગયા વર્ષે વાયરલ થઈ ત્યારથી ટ્રેડિંગમાં 'પાવર ગર્લ'
પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાનાનીર મુબીને ગયા વર્ષે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. સંગીતકાર યશ રાજ મુખાટે દ્રારા તેમના વીડિયોનું મેશઅપ બનાવ્યા પછી આ ટ્રેન્ડ ભારતમાં લોકપ્રિય થયો. રણવીર સિંહથી લઈને મોટા નામો સુધી દરેક આ ટ્રેન્ડમાં જોડાયા. હવે વાયરલ થઈ રહેલા આ નવા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'આ હું છું અને આ અમારા પિતા છે અને આ અમારા પિતાની પાર્ટી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news