ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બરગઢમાં માલગાડીના 5 ડબ્બા ખડી પડ્યા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બરગઢમાં માલગાડીના 5 ડબ્બા ખડી પડ્યા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બરગઢમાં માલગાડી અકસ્માતનો ભોગ બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. માલગાડીમાં ચૂનો પથ્થર લાદેલો હતો. તેના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. 

આ અગાઉ ઓડિશામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 275 લોકોના જીવ ગયા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. 

— ANI (@ANI) June 5, 2023

વાત જાણે એમ છે કે  બાલાસોરમાં બહાનગા બજાર સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન લૂપ લાઈનમાં ઊભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. ત્યારબાદ કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ડબ્બા નજીકની લાઈન પરથી પસાર થઈ રહેલી યશંવતપુર હાવડા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાયા હતા. આ ટક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news