આંધ્ર પ્રદેશ: વિજયનગરમમાં ડુંગળી માટે મચી ભાગદોડ, અનેક લોકો ઘાયલ 

દેશભરમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોએ હાહાકાર મચાવ્યો છે. આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં આજે ડુંગળી માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોને જ્યારે ખબર પડી કે બજારમાં ડુંગળી આવી છે તો તેઓ બજારના ગેટ પર આવીને ભેગા થઈ ગયાં. લોકોએ બજારનો ગેટ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ જે ભાગદોડ મચી તેમાં અનેક લોકો ઘાયલ થયાં. 
આંધ્ર પ્રદેશ: વિજયનગરમમાં ડુંગળી માટે મચી ભાગદોડ, અનેક લોકો ઘાયલ 

નવી દિલ્હી: દેશભરમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોએ હાહાકાર મચાવ્યો છે. આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં આજે ડુંગળી માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોને જ્યારે ખબર પડી કે બજારમાં ડુંગળી આવી છે તો તેઓ બજારના ગેટ પર આવીને ભેગા થઈ ગયાં. લોકોએ બજારનો ગેટ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ જે ભાગદોડ મચી તેમાં અનેક લોકો ઘાયલ થયાં. 

આ બાજુ દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મંત્રીઓના સમૂહ સાથે આજે બેઠક યોજી. સરકાર સંગ્રહખોરો પર કાર્યવાહીની વાત કરી રહી છે. એક અધિકૃત સૂત્રએ જણાવ્યું કે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક થઈ. જેમાં ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા ઉપાયો પર ચર્ચા થઈ. સૂત્રએ જણાવ્યું કે બેઠકમાં ગ્રાહકોના મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ તથા અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં કેબિનટે સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના સલાહકાર પી કે સિન્હા પણ સામેલ હતાં. 

ડુંગળી પર નેતાઓના નિવેદને દાઝ્યા પર ડામ આપ્યા
ડુંગળીના ભાવ જનતાને રોવડાવી રહી છે ત્યાં સરકારમાં બેઠેલા મંત્રીઓ અને સાંસદોને મજાક સૂજી રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડુંગળીના વધતા ભાવો પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અંગે સંસદમાં જાણકારી આપી પરંતુ આ બધા વચ્ચે એક સભ્યએ તેમના પર કટાક્ષ કર્યો તો નાણામંત્રીએ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું કે બધા ચોંકી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં ડુંગળી સાથે બહુ કોઈ નાતો નથી. તેમણે કહ્યું કે તેઓ ડુંગળી લસણ બહુ ખાતા નથી. 

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે નાણા મંત્રી મહારાષ્ટ્રના બારામતીથી એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના સવાલોના જવાબ આપવા માટે ઊભા થયા હતાં. તે સમયે કેટલાક સભ્યોએ સવાલ કર્યો કે શું તમે ડુંગળી ખાઓ છો તો તેમણે આ જવાબ આપ્યો હતો. આ અગાઉ એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એનપીએ અને ડુંગળી ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ પણ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ચૌબેએ  કહ્યું કે, "હું શાકાહારી માણસ છું. મેં ક્યારેય ડુંગળી ચાખી સુદ્ધા નથી તો મારા જેવી વ્યક્તિને શું ખબર કે ડુંગળીની સ્થિતિ શું છે."

ડુંગળીના ભાવ ઘટવાનું નામ લેતા નથી
દેશની જનતા છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીને લઈને ચોંધાર આસું પાડતી જોવા મળી રહી છે. ડુંગળીના ભાવો ઘટવાનું નામ લેતા નથી. અનેક રાજ્યોમાં ડુંગળી 120 રૂપિયે કિલો સુધી વેચાય છે. કોલકાતામાં તો ડુંગળીના ભાવ 150 રૂપિયે પ્રતિ કિલો પહોંચ્યા છે. જ્યારે દિલ્હીમાં પણ સ્થિતિ સારી નથી. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ડુંગળીની આવક ઘણી ઘટી ગઈ છે. દિલ્હીની જથ્થાભાવ માર્કેટમાં ડુંગળી 80થી 90 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જ્યારે રિટેલ માર્કેટમાં તો ભાવ ઘણા વધારે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news