Punjab: મોગામાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ, Pilot અભિનવ ચૌધરીનું મૃત્યુ, તપાસના આદેશ અપાયા

પંજાબના મોગામાં મોડી રાતે લગભગ એક વાગ્યાની આસપાસ ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું.

Punjab: મોગામાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ, Pilot અભિનવ ચૌધરીનું મૃત્યુ, તપાસના આદેશ અપાયા

નવી દિલ્હી: પંજાબના મોગામાં મોડી રાતે લગભગ એક વાગ્યાની આસપાસ ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું. મળતી માહિતી મુજબ ટ્રેનિંગના કારણે પાઈલટ અભિનવ ચૌધરીએ મિગ 21માં રાજસ્થાનના સૂરતગઢથી ઉડાણ ભરી હતી ત્યારબાદ આ વિમાન ક્રેશ થઈ ગયું. છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાઈલટ અભિનવ ચૌધરીનું મૃત્યુ થયું છે. 

ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાઘાપુરાના ગામ લંગિયાણા ખુર્દ પાસે મોડી રાતે એક વાગે ફાઈટર જેટ મિગ 21 ક્રેશ થઈ ગયું. ઘટનાસ્થળે પ્રશાસન અને સેનાના ટોચના અધિકારીઓ પહોંચી ગયા છે.

— ANI (@ANI) May 21, 2021

અત્રે જણાવવાનું કે એક સમયે ફાઈટર જેટ મિગ-21 ભારતીય વાયુસેનાની કરોડ ગણાતા હતા. હવે તેની ચાર સ્ક્રવોડ્રન બચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news