UAPA બિલ પર અમિત શાહે કહ્યું- 'કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે'

આતંકવાદ પર લગામ કસવા માટે યુએપીએ  બિલ (UAPA) રાજ્યસભામાં રજુ કરાયું છે. લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. જેના પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે.

UAPA બિલ પર અમિત શાહે કહ્યું- 'કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે'

નવી દિલ્હી: આતંકવાદ પર લગામ કસવા માટે યુએપીએ  બિલ (UAPA) રાજ્યસભામાં રજુ કરાયું છે. લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. જેના પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે કાયદાના દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નબળા કાયદાના કારણે દેશદ્રોહીઓને સજા મળી નથી. આતંકી યાસીન ભટકલને આતંકવાદી જાહેર કરાયો હોત તો તમામ પોલીસ સ્ટેશનોમાં તેની તસવીર અને ફિંગર પ્રિન્ટ હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના દુરઉપયોગની વાત ન કરે કારણ કે ઈમરજન્સીમાં શું કરાયું હતું? જરા તમારા ભૂતકાળને જુઓ. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની દલીલો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલમાં જ ચૂંટણી હારીને આવ્યાં છે તો તેમનો ગુસ્સો સ્વાભાવિક છે. 

તેમણે કહ્યું કે સમજોતા એક્સપ્રેસમાં આરોપી પકડાયા. ત્યારબાદ છોડી મૂકાયા. ધર્મ વિશેષ અને નકલી મામલો બનાવીને એક ધર્મ વિશેષ લોકોને ટારગેટ કરીને પકડવામાં આવ્યાં. કારણ કે ચૂંટણી નજીક હતી. 

જુઓ LIVE TV

તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ આ જે બિલ છે તેના પર જો વિપક્ષ પણ એક મત હોત તો દેશમાં એક સારો સંદેશ જાત. આ બિલના માધ્યમથી એનઆઈએને શક્તિશાળી બનાવવાના મુદ્દે ગૃહ મંત્રીએ  કહ્યું કે એનઆઈએ જે કેસ નોંધે છે તે જટિલ કેસ હોય છે. 

અમિત શાહે કહ્યું કે સંસ્થા વ્યક્તિથી બને છે અને આ આતંકી બંધ કરીને બીજી ખોલી લે છે. જ્યાં સુધી વ્યક્તિને આતંકી જાહેર નહીં કરો ત્યાં સુધી તેના પર અંકુશ આવશે નહીં. આતંકવાદ આજે ઘોષિત સમસ્યા છે. ઈઝરાયેલ, ચીન અને યુરોપીય દેશોએ કાયદા બનાવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news