રાજ્યસભામાં શિવસેના પર શાહે સાધ્યું નિશાન, કહ્યું- 'તમે રાતો રાત તમારું સ્ટેન્ડ કેમ બદલી લીધુ'
નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજુ કરાયું. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ તેના પર અનેક સવાલો ઉઠાવ્યાં છે. બિલ પર વોટિંગ અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યાં. અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું ન હોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો પણ આ બિલ લાવવું ન પડ્યું હોત.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઇ ચુક્યું છે. બિલનાં પક્ષમાં 125 મત આવ્યા હતા અને વિરોધમાં 105 મત આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ રાજ્યસભામાં અગાઉ પાસ થઇ ચુક્યું છે. આ અગાઉ નાગરિકતા બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ પણ રદ્દ થયો હતો. સિલેક્ટર કમિટી પાસે આ બિલને મોકલવાનાં પક્ષમાં 124 મત પડ્યા હતા અને વિરોધમાં 99 મત પડ્યા હતા. જ્યારે શિવસેનાએ સદનમાંથી વોકાઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, મુસ્લિમોએ ગભરાવાની કોઇ જ જરૂર નથી. નાગરિકતા બિલમાં કોઇ પણ ભારતીય નાગરિકની નાગરિકતા પરત લેવાની કોઇ જ જોગવાઈ નથી. બંગાળ સહિત દેશનાં તમામ રાજ્યોમાં આ બિલ લાગુ થશે.
બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ તેના પર અનેક સવાલો ઉઠાવ્યાં. બિલ પર વોટિંગ અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યાં. અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું ન હોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો પણ આ બિલ લાવવું ન પડ્યું હોત.
તેમણે કહ્યું કે નહેરું લિયાકત સંધિ હેઠળ બંને પક્ષોએ સ્વીકૃતિ આપી કે લઘુમતી સમાજના લોકોને બહુમતી સમાજની જેમ જ સમાનતા આપવામાં આવશે. તેમના વ્યવસાય, અભિવ્યક્તિ અને પૂજા કરવાની આઝાદી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ વચન લઘુમતીઓને અપાયું હતું. પરંતુ ત્યાં લોકોને ચૂંટણી લડતા રોકવામાં આવ્યાં. તેમની સંખ્યા સતત ઘટતી ગઈ. અને અહીં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ચીફ જસ્ટિસ જેવા અનેક ઉચા પદો પર લઘુમતીઓ રહ્યાં. અહીં લઘુમતીઓનું સંરક્ષણ થયું છે.
શિવસેના પર બરાબર સાધ્યું નિશાન
લોકસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપતા હતાં ત્યારે અમિત શાહે શિવસેના ઉપર પણ બરાબર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. એવું તે શું થઈ ગયું કે તેમણે રાતો રાત પોતાનું સ્ટેન્ડ બદલી લીધુ. શાહે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે સત્તા માટે લોકો કેવા રંગ બદલે છે. શિવસેનાએ સોમવારે લોકસભામાં બિલનું સમર્થન કર્યું હતું. મહારાષ્ટ્રની જનતા જાણવા માંગે છે કે રાતે એવું તે શું થયું કે શિવસેનાએ પોતાનું સ્ટેન્ડ બદલ્યું.
નોંધનીય છે કે શિવસેનાએ લોકસભામાં જ્યારે આ બિલને રજુ કરાયું ત્યારે તેનું સમર્થન કર્યું હતું. કહેવાય છે કે કોંગ્રેસમાં શિવસેનાના આ પગલાને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. જ્યારે રાજ્યસભાનો વારો આવ્યો તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યુટર્ન લઈ લીધો હતો. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ પર વિસ્તૃત ચર્ચા થાય તો જ સમર્થન આપીશું.
અમિત શાહના સંબોધનની મુખ્ય વાતો...
- સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ ઉડી ગયો. શિવસેનાના સાંસદોએ આ વોટિંગમાં ભાગ લીધો નથી. સિલેક્ટ કમિટીને મોકલવાની ફેવરમાં 99 અને ન મોકલવા માટે 124 મત પડ્યા હતાં. જેને લઈને હવે પ્રસ્તાવ ઉડી જતા હવે આ બિલ માટે મહત્વનું મતદાન થશે.
Rajya Sabha negated the motion for sending #CitizenshipAmendmentBill2019 to Select Committee. 124 members voted against it while 99 members voted in its favour. The motion was moved by CPI(M) MP, KK Ragesh. https://t.co/NtCUGiqMFI
— ANI (@ANI) December 11, 2019
- અમિત શાહના સંબોધન બાદ નાગરિકતા સંશોધન બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગણી કેટલાક સાંસદોએ ઉઠાવી જેને લઈને હવે બિલ સિલેક્ટ કમિટીને મોકલવું કે નહીં તે અંગે રાજ્યસભામાં વોટિંગ થઈ રહ્યું છે.
- હું પહેલીવાર નાગરિકતામાં સંશોધનની લઈને નથી આવ્યો. અનેકવાર થયું છે. જ્યારે શ્રીલંકાના લોકોને નાગરિકતા આપી તો તે સમયે બાંગ્લાદેશીઓને કેમ નહતી આપી? જ્યારે યુગાન્ડાના લોકોને નાગરિકતા આપી તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકોને કેમ ન આપી?
- આજે નરેન્દ્ર મોદીજી જે બિલ લઈને આવ્યાં છે તેમાં નિર્ભય થઈને શરણાર્થીઓ કહેશે કે હાં અમે શરણાર્થી છીએ,અમને નાગરિકતા આપો અને સરકાર નાગરિકતા આપશે. જેમણે જખમ આપ્યા તેઓ જ આજે પૂછે છે કે આ જખમ કેમ થયાં.
- જ્યારે ઈન્દિરાજીએ 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓને સ્વીકાર્યા ત્યારે શ્રીલંકાના શરણાર્થીઓને કેમ નહતાં સ્વીકાર્યા? સમસ્યાઓને યોગ્ય સમયે જ ઉકેલવામાં આવે છે. તેને રાજકીય રંગ ન આપવો જોઈએ.
- કલમ 14માં જે સમાનતાનો અધિકાર છે તે એવો કાયદો બનાવતા ન રોકી શકે જે reasonable classification ના આધાર પર છે.
- અહીં reasonable classification આજે છે. આપણે એક ધર્મને જ નથી લેતા પરંતુ આપણે 3 દેશોના તમામ અલ્પસંખ્યકોને લઈ રહ્યાં છીએ અને એમને લઈ રહ્યાં છીએ જે ધર્મના આધારે હેરાન પરેશાન થયા છે.
- બે સાથી સાંસદને ડરાવી રહ્યાં છે કે સંસદના દાયરામાં સુપ્રીમ કોર્ટ આવી જશે. કોર્ટ ઓપન છે. કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકેછે.આપણે તેનાથી ડરવું જોઈએ નહીં. આપણું કામ આપણા વિવેકથી કાયદો બનાવવાનું છે. જે અમે કર્યું છે અને આ કાયદો કોર્ટમાં પણ યોગ્ય જ ઠરશે.
HM Amit Shah: On #CitizenshipAmmendmentBill2019, Pak PM's comment and Congress's comment- both are alike. Why are you (Congress) rattled?.... I want to ask why did Congress oppose the Enemy Property Bill. pic.twitter.com/ettfToJcJX
— ANI (@ANI) December 11, 2019
- કોંગ્રેસ પાર્ટી અજીબોગરીબ પાર્ટી છે. સત્તામાં હોય છે ત્યારે અલગ અલગ ભૂમિકા અને અલગ અલગ સિદ્ધાંત હોય છે. અમે તો 1950થી કહેતા આવ્યાં છીએ કે કલમ 370 હોવી જોઈએ નહીં. - કપિલ સિબ્બલ સાહેબ કહેતા હતાં કે મુસલમાનો તમારાથી ડરતા નથી. હું ક હું છું કે ડરવું પણ ન જોઈએ. બસ તમે તેમને ડરાવવાની કોશિશ ન કરો. તેઓ કહે છે કે આ બિલથી મુસલમાનોના હક છીનવાઈ જશે. પરંતુ હું બધાને ભરોસો અપાવવા માંગુ છું કે આ બિલથી કોઈ પણ અધિકાર છીનવાશે નહીં.
- શિવસેના પર નિશાન સાધતા તેમણે કહ્યું કે લોકો સત્તા માટે કેવા કેવા રંગ બદલે છે. શિવસેનાએ બિલનું લોકસભામાં તો સમર્થન કર્યું પરંતુ એક જ રાતમાં એવું તે શું થઈ ગયું કે આજે વિરોધમાં ઊભા છે.
- જ્યાં સુધી રોહિંગ્યાનો સવાલ છે તો તેઓ સીધા આપણા દેશમાં આવતા નથી. તેઓ પહેલા બાંગ્લાદેશમાં જાય છે અને ત્યાંથી ઘૂસણખોરી કરીને આવે છે. રોહિંગ્યાઓ પર અમારો મત એકદમ સ્પષ્ટ છે.
- મોદી સરકાર દેશના બંધારણ પર ભરોસો રાખે છે. હું ભરોસો અપાવું છું કે આ દેશ ક્યારેય મુસ્લિમમુક્ત નહીં થાય.
- મને આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત ન બતાવો. હું પણ અહીં જ જન્મયો છું અને મારી સાત પેઢી પણ અહીં પેદા થઈ છે. હમને આઈડિયા ઓફ ઈન્ડિયાનો અંદાજો છે.
- આ બિલમાં મુસલમાનોના કોઈ અધિકાર જતા નથી. આ નાગરિકતા આપનારું બિલ છે, નાગરિકતા લેવાનું બિલ નહીં. હું બધાને કહેવા માંગુ છું કે ભ્રામક પ્રચાર ન કરો. આ બિલનો ભારતના મુસલમાનોની નાગરિકતાસાથે કોઈ સંબંધ નથી.
- ઈતિહાસ નક્કી કરશે કે 70 વર્ષથી લોકોને ભગવાન ભરોસો છોડી દીધા હતાં. તેમને ન્યાય નરેન્દ્ર મોદીજીએ આપ્યો. ઈતિહાસ તેને સુવર્ણ અક્ષરોમાં લખશે.
- લાખો કરોડો લોકો નરકની યાતનામાં જીવી રહ્યાં હતાં. કારણ કે વોટ બેંકની લાલચની અંદર આંખો આંધળી થઈ ગઈ હતી, કાન બહેરા થઈ ગયાં હતાં, તેમની બૂમો સંભળાતી નહતી. નરેન્દ્ર મોદીજી ફક્ત અને ફક્ત પીડિતોને ન્યાય કરવા માટે આ બિલ લઈને આવ્યાં છે.
જુઓ LIVE TV...
- અમે આસામ સંધિનું સંપૂર્ણ રીતે પાલન કરીશું. આસામની સંસ્કૃતિની રક્ષા કરવી એ અમારું કર્તવ્ય છે અને અમે તેને પૂરું કરીશું.
- ગૃહ મંત્રી અમિત શાહે સદનમાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓની પીડાનો ઉલ્લેખ કર્યો.
- કોંગ્રેસના નેતાઓના નિવેદન અને પાકિસ્તાનના નેતાઓના નિવેદન મેળ ખાતા હોય છે.
- પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ગઈ કાલે જે નિવેદન આપ્યું અને જે નિવેદન આજે સદનમાં કોંગ્રેસના નેતાઓએ આપ્યાં તે એકસરખા છે.
- આર્ટિકલ 370, એર સ્ટ્રાઈક, કાશ્મીર અને નાગરિકતા સંશોધન બિલ પર પાકિસ્તાનના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓના નિવેદન એકસરખા છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને યુએનમાં કોટ કર્યા.
- આ નિવેદન બાદ કોંગ્રેસી સાંસદોએ સદનમાં હોબાળો મચાવ્યો અને નિવેદન પાછું ખેંચવાની માગણી કરી.
- પાકિસ્તાનમાં હિન્દુ શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં પણ લઘુમતીઓ વિરુદ્ધ આ જ પ્રકારે અત્યાચાર થયાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે