જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મૂ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મૂ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહએ શુક્રવારે જમ્મૂ અને કાશ્મીરની પરિસ્થિતિના સંબંધમાં લોકસભામાં જાણકારી આપી છે. તે દરમિયાન તેમણે જમ્મૂ અને કાશ્મીરમાં વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના લાગુ રાખવાની ભલામણ કરી છે. તેમણે તે દરમિયાન કહ્યું કે, અમારી સરકારે જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદને ઉખાડી ફેંકવા માટે કોઇ પ્રયાસ બોકી રાખ્યો નથી. આ સાથે જ અમિત શાહે સદનમાં જમ્મૂ-કાશ્મીરમાં આરક્ષણમાં સુધારા કરવાની પણ દરખાસ્ત કરી છે.
ગૃહ મંત્રી અમિત શાહે આરક્ષણ સુધારાની દરખાસ્ત કરતા કહ્યું કે, તેનાથી રાજ્યમાં લોકોને ઘણો લાભ મળશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડરની આસપાસ રહેતા લોકોને પણ આરક્ષણનો લાભ મળવો જોઇએ. બોર્ડર પર થતા ગોળીબારની વચ્ચે રહે છે. જમ્મૂ અને કાશ્મીરમાં પ્રાદેશિક સંતુલન એક મોટી સમસ્યા છે.
ગૃહ મંત્રી અમિત શાહે સદનમાં રજૂ કરેલી આરક્ષણ સંબંધિત દરખાસ્તને લઇને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ એક્ટ, 2004ના સુધારા હેઠળ આંતરરાષ્ટ્રીય બોર્ડથી અડીને આવેલા કઠુઆના 70 ગામ, સાંબાના 133 અને જમ્મૂના 232 ગામમાં રહેતા 3 લાખથી વધારે લોકોને લાભ થશે. વધુમાં તેમણે કહ્યું કે, આ પહેલી વખત છે કે, જ્યારે જમ્મૂ અને કાશ્મીરમાં ચૂંટણી સમયે હિંસા થઇ નથી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે