Amit Shah: 'સમ્રાટ પૃથ્વીરાજ' જોયા બાદ અમિત શાહ બોલ્યા- 'ચલો હુકુમ', જાણો કોને કહ્યું?
દિલ્હીમાં ચાણક્ય થિયેટરમાં અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'નો સ્પેશિયલ સ્ક્રિનિંગ શો યોજાયો
Trending Photos
દિલ્હીમાં ચાણક્ય થિયેટરમાં અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'નો સ્પેશિયલ સ્ક્રિનિંગ શો યોજાયો. ફિલ્મના પ્રીમિયરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તેમની પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ ઉપરાંત અનેક સાથી કેન્દ્રીય મંત્રીઓ સાથે ફિલ્મ જોઈ. સ્પેશિયલ સ્ક્રિનિંગ દરમિયાન પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા.
આ ફિલ્મમાં 12મી સદના મહાન રાજા પૃથ્વીરાજ ચૌહાણની વીરતા રૂપેરી પડદે દેખાડવામાં આવી છે. ફિલ્મમાં અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની મુખ્ય ભૂમિકા ઉપરાંત સંજય દત્ત અને સોનૂ સૂદની પણ મહત્વની ભૂમિકા છે. મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પર્દાપણ કર્યુ છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે. અમિત શાહે આ ફિલ્મ વિશે નિવેદન આપતા કહ્યું કે ફિલ્મ મહિલાઓનું સન્માન કરવું અને તેમના સશક્તિકરણની ભારતીય સંસ્કૃતિ દર્શાવે છે. રાજનીતિક શક્તિ અને પોતાની પસંદ તથા અભિવ્યક્તિ વિશે પણ આ ફિલ્મ મજબૂતાઈથી પોતાનો પક્ષ રજૂ કરે છે. મધ્યકાલીન યુગમાં મહિલાઓને જેનો લાભ મળતો હતો.
ફિલ્મના સ્ક્રિનિંગ બાદ સંબોધન પૂરું થયું અને પછી બહાર નીકળવાનો સમય થયો ત્યારે ગૃહમંત્રી અમિત શાહના પત્નિ સોનલ શાહ ત્યાં જ ઊભા રહ્યા. હકીકતમાં તેમણે કઈ તરફ જવાનું છે તેવું તેઓ સમજી શક્યા નહીં. ત્યારે અમિત શાહે પોતાના ખાસ અંદાઝમાં કહ્યું 'ચલો હુકુમ'. જે રીતે ફિલ્મના પાત્રો એક બીજાને સંબોધન કરતા એ જ રીતનો આ સંવાદ હતો. અમિત શાહના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર લોકોના ચહેરા પર હાસ્યનું મોજું ફરી વળ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે