Gujarat Rain Alert: ગુજરાતવાસીઓ આ બે દિવસ સાચવજો, ભારે વરસાદની કરાઈ છે આગાહી, વાંચીને જ બહાર નીકળજો

Gujarat Weather Forecast: દેશના અનેક ભાગોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જો કે ક્યાંક હજુ પણ ગરમી પીછો છોડતી નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલ લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ વરસાદ અંગે અપડેટ આપ્યું છે.

Gujarat Rain Alert: ગુજરાતવાસીઓ આ બે દિવસ સાચવજો, ભારે વરસાદની કરાઈ છે આગાહી, વાંચીને જ બહાર નીકળજો

દેશના અનેક ભાગોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જો કે ક્યાંક હજુ પણ ગરમી પીછો છોડતી નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલ લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ વરસાદ અંગે અપડેટ આપ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં લોકોને ક્યારે ગરમીથી રાહત મળશે. આઈએમડીના જણાવ્યાં મુજબ દિલ્હીમાં બુધવારે ન્યૂનતમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું. જે સરેરાશથી એક ડિગ્રી ઓછુ છે. બીજી બાજુ ગુજરાતમાં પણ હાલ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ આમ છતાં આગાહીકાર અંબાલાલે નજીકના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન ખાતાએ પણ વરસાદની કેવી આગાહી કરી છે તે ખાસ જાણો.  

ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી સમયમાં કેવો વરસાદ રહેશે? તેને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો અને ક્યાં વરસાદ પડશે? તે અંગે આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. રાજ્યના અનેક ભાગોમાં 4-5 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની અસર જોવા મળશે. 

બીજી બાજુ ગુજરાતમાં અત્યાર સુધી 92% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, ઉત્તર ગુજરાત તરફ એર સાઇક્લોનિક એર સર્ક્યુલેશન બનશે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. ગુજરાત રિજીયનમાં આગામી 4 અને 5 ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

આગામી પાંચ દિવસ માટે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન તેજ પવન ફૂંકાશે. ભારે પવનને કારણે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન સાઉથ ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે આ દરમિયાન સતત વરસાદ નહીં પડે, પરંતુ હાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.

આગામી ત્રણ ચાર દિવસમાં આ વિસ્તારોમાં પડી શકે વરસાદ
ભારતીય હવામાન ખાતાના જણવ્યાં મુજબ આગામી ત્રણ ચાર દિવસમાં પૂર્વ અને પૂર્વી મધ્ય ભારતમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. બુધવારે ઉત્તર ઓડિશા અને ગુરુવારે પૂર્વ મધ્ય પ્રદેશમાં વધુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news