અલીગઢ: બાળકીનાં પિતાનું CM યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર, ફાંસીની માંગ
અલીગઢમાં અઢી વર્ષનાં જે માસુમ બાળકીની હત્યા કરવામાં આવી તેના પિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર કરી દીધો હતો
Trending Photos
નવી દિલ્હી : અલીગઢમાં અઢી વર્ષની જે માસુમ બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી, તેના પિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવાનો ઇન્કાર કરી દીધો છે. પીડિત પરિવારને મુખ્યમંત્રી યોગી આદિત્યનાતની ઓફીસ દ્વારા મળવા માટે બોલાવાયા હતા, જે અંગે તેમણે ઇન્કાર કરી દીધો. રવિવારે એસડીએમ પીડિત પરિવારનાં ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ લોકોની યાદી માંગી, જે મુખ્યમંત્રી યોગીને મળવા માટે જશે.
તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી
જો કે બાળકીનાં પિતાએ કહ્યું કે, હાલ તેઓ તથા તેમનાં પરિવાર મુખ્યમંત્રીને મળવા માટે જઇ શકે તેમ નથી. તેમણે આરોપીઓને ફાંસી દેવાની માંગ કરી હતી. પોલીસે આ મુદ્દે અત્યાર સુધી 4 આોપીઓ મોહમ્મદ અસલમ, જાહીદ, જાહિદનો ભાઇ મેંહદી અને જાહીદની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. બાળકી જે દુપટ્ટાથી લપેટાયેલી હતી, તે જાહીદની પત્નીનો હતો. એક આરોપી અત્યાર સુધી શકંજો કસવાની બહાર છે. તંત્રએ કડક પગલો ઉઠાવતા 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
PMનો નાયડૂ પર વ્યંગ, કહ્યું કેટલાક હજી ચૂંટણી ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા
સમગ્ર દેશમાં ચકચાર
અલીગઢનાં ટપ્પલમાં માસુમ બાળકી સાથે જે હદ સુધી ક્રુરતા કરવામાં આવી, તેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેવાનિયતની સંપુર્ણ વાત સામે આવી છે. આ બાળકી 30 મેના રોજ ગુમ થઇ હતી. આગામી દિવસોમાં માતા-પિતાએ પોલીસમાં ફરિજાય નોંધાવાઇ છે. 2 જુનનાં રોજ ઘરથી થોડા જ અંતરે બાળકી કચરાના ઢગલાથી મળ્યા, જેમાં કુતરાઓ તેનુ માંસ ખેંચી રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટનાં અનુસાર બાળકીને બંન્ને આંખ ડેમેજ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે